Pramāṇa · Search · About · API

Uttarajjhayana 393

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 393

Language
Gujarati

393

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૨૨ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૨૨ + વિવેચન]
અવિરતનું મરણ તે બાલમરણ છે અને વિરતનું મરણ તે પંડિત મરણ છે. દેશ વિરતનું મરણ તે બાલપંડિત મરણ જાણ. ૦ વિરમણ તે વિરત - હિંસા, અસત્યથી ઉપરમણ જેમાં વિદ્યમાન નથી તે અવિરત. તેઓનું મૃત્યુ સમયે પણ દેશવિરતિ ન સ્વીકારીને જે મિથ્યાદૃશા કે સમ્યગ્‌ દૃશામાં મરણ તે અવિરત અર્થાત્‌ બાલ મરણ કહેવાય. વિરત - સર્વ સાવદ્યથી નિવૃત્તિ સ્વીકારેલાનું મરણ તે પંડિત મરણ છે. તેમ તીર્થંકર અને ગણધર આદિએ કહેલું જાણ. મિશ્ર એટલે બાલ પંડિત મરણ તે દેશથી છે તેથી - સ્થૂળ પ્રાણ હિંસાદિથી વિરત હોવાથી તે દેશવિરતોનું જાણવું.
એ પ્રમાણે ચારિત્ર દ્વારથી બાલ આદિ ત્રણ મરણ જણાવીને જ્ઞાન દ્વારથી છદ્મસ્થમરણ છે, કેવલિનું રમણ તે કેવલિમરણ છે.