Uttarajjhayana 395
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 395
- Language
- Gujarati
395
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૨૪ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૨૪ + વિવેચન]
ગીધ, શમળી, શિવાદિ વડે પોતાનું ભક્ષણ, તેને ન નિવારવું, તેમના વડે ભક્ષણ કરાવવું તે ગૃધપૃષ્ઠ મરણ. અથવા ગીધોનું લક્ષ્ય - પૃષ્ઠ, ઉદર આદિ જેમાં મરે છે, તે ગૃધપૃષ્ઠ, તે પણ - X - પોતાની પૃષ્ઠ આદિ ગીધ આદિ વડે ભક્ષણ કરાય છે. પછી નિર્દેશ કરાયેલો હોવા છતાં તેનું પહેલાં પ્રતિપાદન અત્યંત મહાસત્ત્વ વિષયપણાથી કર્મનિર્જરા પ્રતિ પ્રાધાન્ય જણાવવાને માટે છે.
વૈહાયસ - ઊંચે વૃક્ષની શાખાદિમાં બંધન તે ઉદ્બંધન, તે જેની આદિમાં છે તે વૃક્ષ, પર્વત, ભૃગુપ્રપાત આદિથી આત્મજનિત મરણ, તેને ઉદ્બંધનાદિ કહે છે. ઉદ્બદ્ધનું જ વિહાયસ્ થવું તે, તેની પ્રાધાન્ય વિવક્ષાથી આ કહેલ છે.
(શંકા) ગૃધપૃષ્ઠના પણ આત્મઘાત રૂપત્વથી વૈહાયસમાં અંતર્ભાવ ન થાય? (સમાધાન) આ વાત બરોબર છે. માત્ર અલ્પસત્વ વાળાથી આવા અધ્યવસાયને કરવો અશક્ય છે, તે જણાવવા માટે આવો ભેદ પાડેલ છે. - X - X - આ બંને મરણો આત્મ વિઘાતકારી અને આત્મપીડા હેતુક છે, તો આગમથી તેનો વિરોધ ન આવે? આથી જ ભક્ત પરિજ્ઞાદિમાં પીડાના પરિહારને માટે સંલેખના વિધિ અને પાનક આદિ વિધિ ત્યાં-ત્યાં જણાવેલ છે. બંનેમાં દર્શન માલિન્યની શંકાથી કહે છે - આ અનંતરોક્ત બંને - ગૃધ્રપૃષ્ઠ અને વૈહાયસ મરણ કારણ અને પ્રકારમાં દર્શન માલિન્ય - પરિહારાદિકમાં ઉદાયિ રાજાને મારનારને કારણે તેવા પ્રકારે આચાર્યવત્ તીર્થંકર, ગણધરાદિ વડે અનુજ્ઞાત છે. આના વડે સંપ્રદાય અનુસાર દર્શાવતા તેથી અન્યથા કથનમાં શ્રુતની આશાતના થાય. ૦ હવે અંત્ય ત્રણ મરણ કહે છે –