Uttarajjhayana 396
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 396
- Language
- Gujarati
396
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૨૫ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૨૫ + વિવેચન]
ભક્તપરિજ્ઞા, ઈંગિની અને પાદપોપગમન એ ત્રણ મરણો છે. જે અનુક્રમે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્કૃષ્ટ ઘૃતિ-સંઘયણથી વિશેષિત છે.
ભક્ત - ભોજન, તેની પરિજ્ઞા - જ્ઞ પરિજ્ઞા વડે જાણે કે - આ અમારા વડે અનેક પ્રકારે પૂર્વે ખવાયેલ છે, અવદ્ય છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે આગમ વચન જાણી ચારે આહારનો જાવજ્જીવ પરિત્યાગરૂપ પ્રત્યાખ્યાન કરે તે ભક્તપરિજ્ઞા કહેવાય છે.
ઈંગ્યતે - પ્રતિનિયત પ્રદેશમાં જ આ અનશનક્રિયામાં ચેષ્ટા કરે, તે ઈંગિની. પાદપ - નીચે પ્રસરેલ મૂલ વડે પીએ છે તે અર્થાત્ વૃક્ષ, તેની જેમ તે પાદપોપ, તેને પ્રાપ્ત કરે તે પાદપોપગમ. એટલે જેમ વૃક્ષ ક્યાંક ક્યારેક પડ્યા પછી તે સમ કે વિષમ સ્થાનને વિચાર્યા વિના નિશ્ચલ જ રહે, તેમ આ અનશન કરનાર સાધુ જે જેવી રીતે સમ-વિષમ દેશમાં અંગ કે ઉપાંગ જેમ હોય તેને ચલિત ન કરે. પણ નિશ્ચલ નિષ્પ્રતિકર્મ રહે. (ઝાડના ઠુંઠાની જેમ નિશ્ચલ રહે.) આ પ્રમાણે અનશનથી ઉપલક્ષિત મરણો કહ્યા. આનું સ્વરૂપ - સપરિકર્મ અને અપરિકર્મ ઈત્યાદિ સૂત્રકાર સ્વયં ત્રીશમાં અધ્યયનમાં કહેશે.
દ્વારના નિર્દેશથી અવશ્યક કંઈક કહેવું જોઈએ, એમ માનીને આ કહે છે – કનિષ્ઠ એટલે લઘુ, જઘન્ય. મધ્યમ - લઘુ અને જ્યેષ્ઠની મધ્યે. જ્યેષ્ઠ - અતિશય વૃદ્ધ, ઉત્કૃષ્ટ. આની ધૃતિ - સંયમ પ્રતિ ચિત્ત સ્વાસ્થ્ય, સંહનન - શરીર સામર્થ્ય હેતુ વજ્રઋષભનારાચાદિ. સપરિકર્મતા અને અપરિકર્મતા આદિ વિશેષથી વિશિષ્ટ. આ ત્રણેને માટે એકત્ર વિધાન કરતાં કહે છે –
ધીરે પણ મરવાનું છે, કાપુરુષે પણ અવશ્ય મરવાનું છે, તો પછી ધીરપણાથી મરવું જ શ્રેષ્ઠ છે. સંસારરૂપી રંગભૂમિમાં ધૃતિ બલ રૂપ સન્નદ્ધ બદ્ધ થઈ મોહમલ્લને હણીને હું આરાધના પતાકા હરીશ. અંતિમકાળમાં અંતિમ તીર્થંકરના ઉદાર ઉપદેશવત્ હું નિશ્ચયપથ્ય એવા અભ્યુદ્યત મરણને સ્વીકારું છું. - X - સુવિહિતો સમ્યક્ પ્રકારે આ પ્રત્યાખ્યાનનું પાલન કરીને વૈમાનિક કે દેવ થઈ મોક્ષે જાય છે. તો પણ વિશિષ્ટ - વિશિષ્ટતર - વિશિષ્ટતમ ધૃતિવાળાને જ તેની પ્રાપ્તિ થાય છે. તેથી કનિષ્ઠત્વ આદિને તેના વિશેષથી કહે છે –
ભક્તપરિજ્ઞા મરણ સાધ્વીઓને પણ થાય, કહ્યું છે કે – બધી આર્યાઓ, બધાં પણ પ્રથમ સંઘયણ સિવાયના, બધાં દેશવિરતો પ્રત્યાખ્યાનથી જ મરે છે. અહીં પણ પ્રત્યાખ્યાન શબ્દથી ભક્તપરિજ્ઞા જ કહેલ છે. તેમા પહેલાં પાદપોપગમનાદિથી અન્યથા જણાયેલ છે.
ઈંગિનીમરણ વિશિષ્ટતર ધૃતિ સંહનનવાળાને જ સંભવે છે, તેથી સાધ્વીઓ આદિના નિષેધથી જ બતાવે છે. પાદપોપગમન તો વિશિષ્ટ તમ ધૃતિવાળાને જ હોય તેમ અભિપ્રાય છે. તેથી વજ્રઋષભનારાચ સંઘયણીને જ આ હોય છે. ઈત્યાદિ - X - X - X - X - X - (અહીં વૃત્તિકાર શ્રીએ ‘મરણ વિભક્તિ’ કૃત ચાર ગાથાઓ નોંધેલ છે. તથા ઉક્ત અર્થના માહાત્મ્યને જણાવતી બીજી પણ ત્રણ ગાથાની નોંધ વૃત્તિકારશ્રીએ કરેલ છે. જે અત્રે નોંધેલ નથી.)
અહીં પ્રતિદ્વાર બે ગાથાના વર્ણન થકી મૂલ દ્વાર ગાથામાં મરણ વિભક્તિ પ્રરૂપણાનું અનુવર્ણન કરેલ છે. હવે અનુભાવ પ્રદેશાગ્ર બે દ્વાર કહે છે –