Uttarajjhayana 397
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 397
- Language
- Gujarati
397
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૨૬ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૨૬ + વિવેચન]
અનુભાવ મરણમાં સોપક્રમ અને નિરુપક્રમ બે ભેદ કહ્યા છે. તેમાં સોપક્રમ - ઉપક્રમ સહિત એટલે કે અપવર્તનાકરણ નામથી વર્તે છે, તે. ઉપક્રમથી નિર્ગત તે નિરુપક્રમ. આ બે ભેદ છે. આ અનુભાગ કે અનુભાવ મરણ વિષયક આયુમાં કહ્યા. તેમાં સાત કે આઠ પ્રકર્ષો વડે - X - જે પુદ્ગલ ઉપાદાન, તે અનુભાગ અતિ દૃઢ હોવાથી અપવર્તન કરવાને અશક્યપણાથી નિરૂપક્રમ કહેવાય છે અને જે છ કે પાંચ કે ચાર આકર્ષો વડે આગૃહીત - દલિકો છે, તે અપવર્તનાકરણ વડે ઉપક્રમ પામે છે, તેથી સોપક્રમ છે. આ બંનેમાં પણ આયુનો ક્ષય થતાં આત્મામાં મરણ સંભવતું નથી. તથા જે જાય છે, તે આયુ, તેનું નિબંધક કર્મ તે આયુકર્મ. તેનો વિભાગ કરવાના અશક્યપણાથી, પ્રકૃષ્ટ દેશો એટલે પ્રદેશો, તેનું પરિમાણ તે આયુકર્મ પ્રદેશાગ્ર. અનંતાનંત સંખ્યા પરિમિત મરણ પ્રક્રમમા અને તદ્વિષયક આયુ પુદ્ગલોનો ક્ષય તેને મરણ કહે છે. - X - આત્મ પ્રદેશો જ એક-એક, તેના પ્રદેશથી અનંતાનંત વડે આવેષ્ટિત છે. વૃદ્ધ વ્યાખ્યા પણ છે કે - આ પ્રદેશાગ્ર તે - અનંતાનંત આયુકર્મના પુદ્ગલો, જેના વડે એક-એક જીવપ્રદેશ આવેષ્ટિત-પરિવેષ્ટિત છે.
હવે એક સમયે કેટલા મરે તે દ્વાર કહે છે –