Uttarajjhayana 398
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 398
- Language
- Gujarati
398
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૨૭ થી ૨૨૯ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૨૭ થી ૨૨૯ + વિવેચન]
આવીચિ મરણ હોવાથી બે કે ત્રણ કે ચાર કે પાંચ મરણો કહેવાનાર વિવક્ષાથી પ્રક્રમથી એક જ સમયમાં સંભવે છે. આના વડે આના સતત અવસ્થિતત્વ અને આ વિવક્ષાથી તેના બે આદિ ભેદની પરિકલ્પનાથી કહે છે – એક સમયે કેટલાં મરે છે? એ ચોથા દ્વારની વિશેષથી કહેવા રૂપ વિભાષા અર્થાત્ વ્યાખ્યા, અથવા વિવિધ પ્રકારોથી ભાષણ તે વિભાષા - ભેદનું અભિધાન, તેનાથી વિસ્તાર જાણવો. આ જ અર્થને પ્રગટ કરતાં કહે છે –
બધાં જ, તેમાં મુક્તિના ભાગીને પણ લેવાના? તેથી કહે છે – ભવસ્થ જીવો. જેમાં કર્મવશ વર્તી જંતુઓ - જીવો હોય છે, તે ભવ. તેમાં રહે તે ભવસ્થ. એવા તે જીવો આવીચિક મરણને આશ્રીને મરે છે અથવા સર્વકાળ આવીચિક મરણે મરે છે.
અવધિમરણ અને આત્યંતિક મરણ. આ બંને મરણો વિકલ્પે છે. જો કે આવીચિ મરણવત્ અવધિમરણ અને આત્યંતિક મરણ છતાં પણ ચારે ગતિમાં સંભવે છે, તો પણ આયુષ્યના ક્ષયના સમયે જ તે બે મરણનો સંભવ છે, સદા તે ભાવ વર્તતો નથી. તેથી આવીચિક મરણ જ સદા છે તેમ કહેલું છે. આના વડે આવીચિ મરણના સદા ભાવથી લોકમાં મરણપણાથી અપ્રસિદ્ધિની અવિવક્ષાનો હેતુ કહેલ છે, તેમ વિચારવું.
હવે ‘બંને પણ’ ને સ્પષ્ટ કરે છે. અવધિ મરણ અને આત્યંતિક મરણ અને બાલ મરણ, ‘તથા’ શબ્દ ઉત્તરભેદની અપેક્ષાથી સમુચ્ચય માટે છે. પંડિત મરણ, બાળપંડિત મરણ. ચ શબ્દથી વૈહાયસ અને ગૃધ્રપૃષ્ઠ મરણ કહ્યા. પછી ભક્તપરિજ્ઞા, ઈંગિની, પાદપોપગમન કહ્યા. આમાં પરસ્પર જે વિરોધ છે, તેને કહે છે – અવિરતના અવધિ અને આત્યંતિક મરણ કહ્યા. અન્યતર બાલમરણ તે બીજું, તદ્ભવમરણની સાથે ત્રણ, વશાર્ત્ત સાથે ચોથું, કથંચિત્ આત્મઘાતમાં વૈહાયસ કે ગૃધ્રપૃષ્ઠમાં કોઈ એક તે પાંચમું.
(શંકા) વલન્મરણ અને અંતઃશલ્ય મરણ પણ બાળમરણના જ ભેદ છે. આગમમાં કહ્યું છે કે – બાલમરણ બાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – વલય મરણ, વશાર્ત્ત મરણ, અંતઃશલ્ય મરણ, તદ્ભવ મરણ, ગિરિપતન, તરુપતન, જળપ્રવેશ, અગ્નિપ્રવેશ, વિષભક્ષણ, શસ્ત્રોપહનન, વૈહાયસ અને ગૃધ્રપૃષ્ઠ. આમાં જો કે ગિરિપત્તન આદિ છમાં વૈહાયસનો અંતર્ભાવ છે જ, તો પણ વલન્મરણ, અંતઃશલ્ય મરણના પ્રક્ષેપમાં ઉક્ત સંખ્યાનો વિરોધ કેમ ન આવે?
(સમાધાન) અહીં અવિરતના જ બાલમરણની વિવક્ષા છે.
કહ્યું છે કે – અવિરતમરણ અને બાલમરણ. આ બંનેનું એકત્ર સંયમ-સ્થાનથી નિવર્તન, અન્યત્ર માલિન્યમાત્ર વિવક્ષિત છે. સર્વથા વિરતિનો અભાવ નહીં જ, તેથી કઈ રીતે બાલમરણમાં સંભવ છે? તથા છદ્મસ્થમરણ પણ વિરતોને જ રૂઢ છે, તેથી ઉક્ત સંખ્યામાં વિરોધ નથી. એ પ્રમાણે દેશવિરતને પણ બે આદિ ભંગ ભાવના કરવી. માત્ર ત્યાં બાલમરણના સ્થાને બાલ પંડિત મરણ વાંચવું. વિરતને તો અવધિ અને આત્યંતિક મરણમાંનું કોઈ એક અને પંડિતમરણ તે બીજું, છદ્મસ્થ અને કેવલિ મરણમાંનું કોઈ એક તે ત્રીજું ભક્ત પરિજ્ઞા, પાદપોપગમન કે ઈંગિની મરણમાંનું કોઈ એક તે ચોથું, કારણ હોય તો વૈહાયસ અને ગૃધ્રપૃષ્ઠમાંનું કોઈ એક તે પાંચમું, દૃઢ સંયમ પ્રતિ આ પ્રમાણે કહેલ છે. શિથિલ સંયમીને અવધિ અને આત્યંતિક મરણમાંનું કોઈ એક મરણ હોય. કોઈક કારણથી વૈહાયસ અને ગૃધ્રપૃષ્ઠમાંથી કોઈ એક તે બીજું, કથંચિત્ શલ્યના સંભવમાં અંતઃશલ્ય મરણ સાથે ત્રીજું, વલન્મરણની સાથે ચોથું, છદ્મસ્થ મરણથી પાંચમું. પંડિત મરણનો કે યથોક્ત ભક્ત-પરિજ્ઞાનાદિનો વિશુદ્ધ સંયમત્વથી આનો અભાવ જ છે.
(શંકા) વિરતને બંને અવસ્થામાં પણ તદ્ભવમરણ પ્રક્ષેપમાં છઠ્ઠા મરણનો સંભવ કેમ નથી? (સમાધાન) વિરતનો દેવોમાં જ ઉત્પાદ્ થાય. ત્યાં જ ઉત્પત્તિના અભાવથી તેનો તદ્ભવ મરણનો સંભવ નથી. એક સમયે કેટલા મરે તે દ્વાર કહ્યું.
હવે કતિકૃત્વ એક-એક એકમાં મરે? તે દ્વાર કહે છે –