Pramāṇa · Search · About · API

Uttarajjhayana 399

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 399

Language
Gujarati

399

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૩૦ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૩૦ + વિવેચન]
સંખ્યાના, અસંખ્યા - અવિદ્યમાન સંખ્યા, અનંત - અપર્યવસિત, એ પ્રક્રમ છે. ક્રમ - પરિપાટી, તુ શબ્દ કાય સ્થિતિના અલ્પબહુત્વ અપેક્ષાથી આ જાણવું. તેનો વિશેષ દ્યોતક છે. એક-એક બાલમરણ આદિ અપ્રશસ્તનું નિરૂપણ કરતાં. તેમાં સામાન્યથી પંચેન્દ્રિય અવિરત અને દેશવિરત સંખ્યાતા છે. બાકીના પૃથ્વીકાયથી ચઉરિન્દ્રિય સુધીના અસંખ્યાતા છે, વનસ્પતિકાયો અનંતા છે. આ જ કાયસ્થિતિની અપેક્ષાથી યથાક્રમે બહુ-બહુતર-બહુતમ સ્થિતિના ભાગી છે.
પ્રશસ્તમાં કેટલી વાર મરે છે? સાત કે આઠ પરિમાણમાં, આ કોણ? સાતત્યથી તે મરણનું થવું તે. તેનો અર્થ આ છે – સાત કે આઠ વાર મરે છે. ક્યાં? સર્વવિરતિ સંબંધી પંડિત મરણમાં. અહીં ચારિત્રની નિરંતર અવાપ્તિ અસંભવ છે. - X - X - યથાખ્યાત ચારિત્રવાળાને સંપન્ન કેવળજ્ઞાનમાં એક જ વખત મરણ થાય.
હવે એકૈક મરણમાં ‘કતિભાગ’ મરે છે, તે દ્વાર કહે છે –
પૂર્વોક્તરૂપ મરણના અનંતભાગો એક-એક મરે છે. શું બધામાં પણ મરે? ના, આવીચિમરણમાં જ મરે. તેને છોડીને. અહીં આ ભાવના છે - શેષ મરણના સ્વામી જ સર્વજીવની અપેક્ષાથી અનંત ભાગ જ છે. તેમાં અનંતમાં ભાગ મરે છે, એમ કહે છે. આવીચિમરણના સ્વામી સિદ્ધિથી રહિત બધાં જ જીવો છે, તે અનંતા છે, એમ કરીને અનંતભાગ હીન બધાં જીવો મરે છે, એ પ્રમાણે કહે છે.
આ પ્રમાણે એકૈકમાં કેટલામે ભાગે મરે છે, તે દ્વાર કહ્યું. હવે અનુસમય દ્વાર કહે છે – અનુસમય એટલે સતત. તેમાં પહેલું આવીચિ મરણ જાણવું. કેમકે આયુ હોય ત્યાં સુધી તેનું પ્રતિપાદન છે. બાકીના મરણોમાં તો આયુષ્યના અંત્ય સમયે જ એકત્ર ભાવથી અનુસમયતા કહી નથી, કેમકે તેમાં બહુસમયતા છે. વૃદ્ધ વ્યાખ્યા પણ આ પ્રમાણે છે કે – પહેલું મરણ આયુષ્ય સુધી ધારણ કરે છે. બાકીના મરણ જ્યારે મરે છે, ત્યારે એક સમય જ હોય છે. - X - તેમાં પાદપોપગમન શબ્દથી નિશ્ચેષ્ટતાના જ અભિધાનથી, મરણનો ત્યારે આયુની ત્રુટિના સમયે જ સદ્ભાવ હોય છે.
અનુસમય દ્વાર કહ્યું. હવે સાંતરદ્વાર કહે છે – તેમાં પહેલા અને છેલ્લામાં અંતર - વ્યવધાન વિદ્યમાન નથી, કેમકે પહેલાં આવીચિ મરણનો સદા-નિત્ય સંભવ છે, છેલ્લા મરણમાં ભવની અપેક્ષાથી કેવલિ મરણમાં પુનર્મરણનો અભાવ છે. બાકીનામાં શું? તે કહે છે –

Linked texts (1)