Uttarajjhayana 400
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 400
- Language
- Gujarati
400
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૩૨ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૩૨ + વિવેચન]
બાકીના અવધિમરણ આદિ પંદર મરણો જાણવા. તે બધાં અંતર - વ્યવધાન સહિત વર્તે છે, તેથી સમાંતર અને નિષ્ક્રાંત અંતરથી નિરંતર છે. ‘તુ’ શબ્દ સમુચ્ચય અર્થપણાથી છે. જેના વડે વસ્તુ સ્વરૂપ જણાય તે ગમ - પ્રરૂપણા. અહીં એવું કહે છે કે - જ્યારે કોઈ બાળ મરણાદિ પામીને મરે છે અને મરીને ભવાંતરમાં મરણાંતર અનુભવી ફરી તે જ પ્રાપ્ત કરે છે, ત્યારે આંતર મરણ છે. તેમ પ્રરૂપણા છે. જ્યારે બાળમરણાદિ પામીને ફરી તે જ અવ્યવહિતપણે પામે છે, ત્યારે તે નિરંતર થાય છે. તેના પ્રરૂપકત્વથી આ ‘ગમ’ પણ સાંતર અને નિરંતર છે, તેમ કહેલ છે.
હવે પાછલી અડધી ગાથાથી કાળદ્વાર કહે છે – સાદિ સાંત. બાકીના સોળ કહેવાનારની અપેક્ષાથી અવધિમરણ આદિ. કેમકે તેઓનું એક સામયિકપણું અભિહિત છે. પ્રવાહની અપેક્ષાથી આ શેષભંગ ઉપલક્ષણ છે. પ્રવાહથી પણ ત્રણ ભંગ પતિત શેષ મરણો સંભવે છે. તેથી વૃદ્ધો કહે છે – બાળમરણો અનાદિ અનંત કે અનાદિ સાંત હો છે. પંડિત મરણો સાદિ સાંત હોય છે. કેમકે મુક્તિ પ્રાપ્તિમાં તેનો ઉચ્છેદ સંભવે છે.
પહેલું - આવીચિ મરણ પ્રવાહની અપેક્ષાથી આદિ રહિત છે. પ્રતિ નિયત આયુ પુદ્ગલની અપેક્ષાથી તે સાદિ પણ સંભવે છે. ઉપ-લક્ષણથી આનું અનંતપણું અભવ્યોને છે. ભવ્યોને તે સાંત હોય છે.
હવે નિર્યુક્તિકાર તેના પરિહારને માટે કહે છે –