Pramāṇa · Search · About · API

Uttarajjhayana 41

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 41

Language
Gujarati

41

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૨ + વિવેચન [૧/નિર્યુક્તિ-૫૨ + વિવેચન]
લેશ્યા, કષાય, વેદના, વેદ, અજ્ઞાન, મિથ્યાત્વ અને મિશ્ર. જેટલાં ઔદયિક ભાવો છે, તે બધાં બાહ્ય સંયોગ છે. ૦ લેશ્યા - લેશ્યા અધ્યયનમાં કહેવાનારા, કષાયો. વેદના - સાતા કે અસાતારૂપ, વેદ - પુરુષ, સ્ત્રી કે ઉભયના અભિલાષ રૂપ, મિથ્યાત્વના ઉદયવાળાને અસત્‌ અધ્યવસાયરૂપ જ્ઞાન પણ અજ્ઞાન છે. - X - તેથી જ મિથ્યાત્વના ઉદય ભાવિત્વથી તેનું ઔદયિકત્વ છે. તેના દલિકોમાં અર્પિતત્વની વિવક્ષાથી બાહ્ય અર્પિતત્વ છે. ‘મિથ્યા’ એ ભાવપ્રધાનત્વથી મિથ્યાવત અર્થાત્‌ અશુદ્ધ દલિક સ્વરૂપ છે. મિશ્ર - શુદ્ધાશુદ્ધ દલિક સ્વભાવ. ચ શબ્દ બાકીના ઔદયિક ભેદના સમુચ્ચય માટે છે. તેથી ઉપસંહાર કરતાં કહે છે –
ઔદયિક ભાવના જેટલાં પરિમાણો છે, તે વિષયોનો જે સંયોગ તે બધો જ બાહ્ય છે, બાહ્ય સંયોગ તે પ્રકૃતત્વથી સંબંધન સંયોગ જાણવો. અહીં પણ બાહ્ય શબ્દથી પૂર્વવત્‌ બાહ્યઅર્પિત કહ્યું.
(શંકા) ઔદયિક પણ જીવભાવત્વથી જીવાર્પિત જ છે, તો પછી બાહ્યકર્મમાં અર્પિત કેમ કહ્યું? (સમાધાન) કર્માનુભવનનો ઉદય, આ અનુભવન અનુભવિતા જીવમાં અનુભૂયમાન કર્મમાં સ્થિત છે. તેમાં જ્યારે અનુભવિતા જીવમાં વિવક્ષા કરાય ત્યારે તેનો ઉદય જીવગત લેશ્યાદિ પરિણામ, જેનું પ્રયોજન છે, તે ઔદયિક - કર્મના ફળપ્રદાન આભિમુખ્ય લક્ષણ કહ્યું. જ્યારે અનુભૂયમાનસ્થપણે વિવક્ષા કરાય, તેના ઉદયમાં - કર્મના ફળપ્રદાન અભિમુખ્ય લક્ષણમાં ભવ ઔદયિક, લેશ્યા - કષાયાદિ રૂપ જીવ પરિણામ હોય તેના આશ્રયથી કહે છે – જીવને ઔદયિક ભાવો થાય છે. - X - X -
ઉભયાર્પિત સંબંધન સંયોગને કહે છે –