Pramāṇa · Search · About · API

Uttarajjhayana 401

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 401

Language
Gujarati

401

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૩૩ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૩૩ + વિવેચન]
અનંતર કહેલાં આ બધાં દ્વારો મરણવિભક્તિ નામક અધ્યયનમાં પ્રરૂપેલા છે. તે પૂર્વોક્ત ક્રમથી છે. એ પ્રમાણે બધી જ મરણ વક્તવ્યતા કહેવાઈ છે કે નહીં? તે કહે છે – સમસ્ત નિપુણ તે પદાર્થોને અહીં પ્રશસ્ત મરણાદિને જિન - કેવલી, ચૌદપૂર્વી - પ્રભવ આદિએ કહેલા છે. હું મંદમતિપણાથી, તેનું વર્ણન કરવાને સમર્થ નથી, એ અભિપ્રાય છે. સ્વયં ચૌદપૂર્વી હોવા છતાં, જે ચૌદપૂર્વીનું ઉપાદાન કર્યું, તે તેમના પણ છ સ્થાન પતિતપણાથી શેષ માહાત્મ્ય જણાવવાને માટે છે.
હવે પ્રશસ્ત - અપ્રશસ્ત મરણ વિભાગ કહે છે –

Linked texts (1)