Pramāṇa · Search · About · API

Uttarajjhayana 402

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 402

Language
Gujarati

402

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૩૪ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૩૪ + વિવેચન]
એકાંતથી પ્રશસ્ત - શ્લાઘ્ય ત્રણ મરણો જિનો વડે પ્રરૂપિત છે, તેને કહે છે – ભક્તપરિજ્ઞા, ઈંગિની, પાદપોપગમન. આ ત્રણે શું એકરૂપ છે? તે કહે છે – ક્રમથી તે જ્યેષ્ઠ - અતિ પ્રશસ્ય, અર્થાત્‌ અનુક્રમે પ્રધાન છે. બાકીના મરણોમાં પણ જે પ્રશસ્ત છે, તેનો અહીં જ અંતર્ભાવ કરવો. બીજા મરણો ક્યારેક ક્યાંક પ્રશસ્ત છે. તે સિવાયના તો સર્વથા અપ્રશસ્ત છે. અહીં જેનો અધિકાર છે, તે કહે છે –

Linked texts (1)