Pramāṇa · Search · About · API

Uttarajjhayana 42

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 42

Language
Gujarati

42

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૩ + વિવેચન [૧/નિર્યુક્તિ-૫૩ + વિવેચન]
જે સાંનિપાતિક ભાવ, ઔદયિક ભાવથી સંયુક્ત થાય છે, તેમાં પંદર સંયોગો થાય છે. આત્મ અને કર્મના મિશ્રત્વથી અર્પિત ભાવો પણ ઔદયિક સહિત ઔપશમિકાદિ મિશ્ર છે તેથી તેના વિષયપણાથી સંયોગો પણ મિશ્ર છે. તે જ મિશ્રક યોગ છે. ક્રમથી સંબંધન સંયોગ જાણવો. તે પંદર સંયોગો ઔદયિકને ન છોડીને ઔપશમિકાદિ પંચકના દ્વિક, ત્રિક, ચતુષ્ક, પંચક સંયોગથી કરવા. તેમાં ચાર દ્વિક સંયોગ, છ ત્રિક સંયોગ, ચાર ચતુષ્ક સંયોગ, એક પંચક સંયોગ, બધાં મળીને પંદર થાય.
ફરી આત્મસંયોગાદિથી બીજા પ્રકારે જણાવવા પ્રસ્તાવના કહે છે –