Uttarajjhayana 419
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 419
- Language
- Gujarati
419
વિવેચન–૧૩૮
કાય - શરીરથી, વચસા - વચનથી. ઉપલક્ષણથી મન વડે પણ મત્ત બનેલો, તેમાં કાયમત્ત તે મદાંધ હાથીવત્, જ્યાં-ત્યાં પ્રવૃત્તિ કરતો. અથવા હું બળવાન રૂપવાન છું તેમ વિચારતો. વચન વડે પોતાના ગુણોને જણાવતા હું સુસ્વર છું ઈત્યાદિ વિચારતો. મન વડે મદથી ભરેલા માનસથી હું અવધારણા શક્તિમાન છું તેમ માનતો. ધન અને સ્ત્રીમાં ગૃદ્ધિમાન, ધનની ગૃદ્ધતાથી અદત્તાદાન અને પરિગ્રહ લેવા. સ્ત્રીમાં ગૃદ્ધ દ્વારા મૈથુનાસેવન જણાવવું. તે સ્ત્રીને સંસારમાં સર્વસ્વ માનીને તેણીની અભિરતિવાળો મૈથુનસેવન કરવાથી થાય છે. કેવી રીતે?
રાગ અને દ્વેષરૂપ બાહ્ય અને આંતર પ્રવૃત્તિ આદિથી, સૂત્રત્વથી દ્વિવિધ - આલોક પરલોક વેદનીયપણાથી અથવા પુન્ય પાપરૂપ પણાથી આઠ પ્રકારના કર્મો બાંધે છે. કોની જેમ? શિશુનાગ - ગંડૂપદ અલસની જેમ સ્નિગ્ધ શરીરપણાથી માટીને સંચિત કરે છે. તેની જેમ પાય પણ છે. એ રીતે બંને પ્રકારે મળને એકઠા કરે છે. તે પ્રમાણે આવો પણ બાહ્ય અને અભ્યંતરથી મળને એકઠો કરે છે. - X - તથા ઉપચિત કર્મમળ વડે આશુકારી કર્મને વશથી આ જન્મમાં ક્લેશ અને વિનાશ પામે છે. આ જ અર્થને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati