Pramāṇa · Search · About · API

Uttarajjhayana 44

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 44

Language
Gujarati

44

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૫ + વિવેચન [૧/નિર્યુક્તિ-૫૫ + વિવેચન]
ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, પારિણામિક અને સાંનિપાતિક એ છ ભેદે આત્મસંયોગ છે. ઔદયિક - ઔદયિક આદિ વિષયમાં, બધામાં, ‘સંયોગ’ શબ્દ જોડવો. તેથી આત્મરૂપથી સંયોગ તે સંબંધન સંયોગ. આના એક-એકથી સંયોગ સંભવતો નથી, પણ બે વડે, ત્રણ-ચાર કે પાંચ વડે સંભવે છે. તેમાં બેમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ અને જ્ઞાનથી કે પારિણામિક અને જીવત્વથી થાય. ત્રણ વડેમાં ઔદયિક વડે દેવગતિ આદિથી, ક્ષાયોપશમિકથી મતિ આદિથી, પારિણામિક વડે જીવત્વથી થાય. ચાર વડેમાં ત્રણ ભેદ તો કહ્યા તે લેવા અને ચોથા વડે - ઔપશમિક કે ક્ષાયિક સમ્યક્‌ત્વથી થાય. પાંચ વડેમાં જ્યારે ક્ષાયિક સમ્યક્‌ દૃષ્ટિથી જ ઉપશમ શ્રેણી ચડે છે, ત્યારે ઔદયિક મનુષ્યત્વથી, ક્ષાયિક સમ્યક્‌ત્વથી, ક્ષાયોપશમિક મતિ આદિથી, ઔપશમિક ચારિત્રથી, પારિણામિક જીવત્વથી થાય છે. અહીં ત્રિકભંગક એક અને ચતુષ્ક-ભંગક બે આ ત્રણે પણ ચાર ગતિભાવી છે. એ રીતે ચારગતિથી ભેદ કરતાં બાર ભંગો થાય છે.
પાંચ ભંગો મનુષ્યના જ લેવા. કેમકે તેમને જ ઉપશમ શ્રેણીના આરંભકત્વથી તેનો સંભવ છે. અન્યથા ત્રણ સંયોગથી જ સંભવે છે. તે આ પ્રમાણે – ઔદયિકથી મનુષ્યત્વ વડે, ક્ષાયિકથી જ્ઞાન વડે, પારિણામિકથી જીવત્વ વડે. આ કેવલીને હોય છે. પૂર્વોક્ત ભાવો ઉભયથી સિદ્ધોને જ હોય છે. આ પંચક, ત્રિક, દ્વિક સંયોગ ભંગોમાં પૂર્વના બાર ઉમેરતા પંદર ભેદો સંભવે છે. આ જ અવિરુદ્ધ સાન્નિપાતિક ભેદો ત્યાં-ત્યાં કહેલાં છે. - X - X - હવે બાહ્ય સંબંધ સંયોગ કહે છે –

Linked texts (1)