Pramāṇa · Search · About · API

Uttarajjhayana 45

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 45

Language
Gujarati

45

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૬ + વિવેચન [૧/નિર્યુક્તિ-૫૬ + વિવેચન]
નામમાં અને ક્ષેત્રમાં બાહ્ય સંજોગો જાણવા. કાળથી પણ બાહ્ય સંયોગ જાણવો, તદુભયથી મિશ્ર સંયોગ પણ થાય. ૦ નામમાં, વસ્તુને જણાવતા ધ્વનિ સ્વભાવથી, ચ કારથી દ્રવ્યથી, ક્ષેત્રમાં આકાશના દેશરૂપથી, પ્રકૃતત્વથી સંયોગ થાય, તેને બાહ્ય વિષયત્વથી જાણવા. આ સંબંધન સંયોગ કાળથી પણ થાય છે. તે કાલ - સમય, આવલિકાદિ વડે છે. તેનાથી જે સંયોગ, તે બાહ્ય સંબંધન સંયોગ જાણવો.
અહીં રહસ્ય આ પ્રમાણે છે – જે પુરુષ આદિનો દેવદત્ત આદિ નામથી સંબંધ છે, તે ‘આ દેવદત્ત છે’ ઈત્યાદિ, દ્રવ્યથી દંડી આદિ ક્ષેત્રથી અરણ્યજ, નગરજ ઈત્યાદિ કાળથી દિનજ, રજનિજ ઈત્યાદિ. તે બધાં નામાદિ વડે બાહ્ય જ છે, તેથી બાહ્ય સંબંધન સંયોગ કહ્યા. ભાવથી સંયોગ આત્મસંયોગત્વથી કહેલ છે. ‘તથા કાળથી બાહ્ય’ એ પ્રમાણે જે અલગ વાક્યરચના છે તે કેટલાંકના મતથી કાળના અસત્વને જણાવવા માટે છે. - X - X - X - મિશ્રના વિષયત્વથી મિશ્ર સંબંધન સંયોગ જાણવો. તે આત્મ અને બાહ્ય લક્ષણથી તદુભયમાં ઉક્તરૂપ જ થાય છે. જેમકે ક્રોધી દેવદત્ત, ક્રૌધી કૌન્તિક, માની સૌરાષ્ટ્ર. અહીં ક્રોધાદિ વડે ઔદયિક ભાવ અંતર્ગતત્વથી આત્મરૂપથી નામાદિ વડે આત્માના અન્યત્વથી બાહ્યરૂપથી સંયોગ. તે ઉભય સંબંધ સંયોગ છે. - X - X - X - હવે બીજા પ્રકારે બાહ્ય સંબંધન સંયોગ કહે છે –

Linked texts (1)