Pramāṇa · Search · About · API

Uttarajjhayana 46

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 46

Language
Gujarati

46

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૭ + વિવેચન [૧/નિર્યુક્તિ-૫૭ + વિવેચન]
આચાર્ય, શિષ્ય, પુત્ર, પિતા, માતા, પુત્રી, પત્ની, પતિ, શીત-ઉષ્ણ, તમસ્‌, ઉદ્યોત અને છાયા (એ બાહ્ય સંબંધ સંયોગ છે.)
આચાર્ય - અભિવ્યાપ્તિ કે મર્યાદાથી સ્વયં પંચવિધ આચારને પાળે છે કે બીજા પાસે પળાવે છે કે મુક્તિના અર્થી દ્વારા સેવાય છે તે આચાર્ય. શિષ્ય - શાસિત કરવો શક્ય હોય તે. પુત્ર - પિતાના આચારને અનુવર્તીપણે પોતાને પુનિત કરે તે. પિતા - સંતાનોનું રક્ષણ કરે તે. જનની - સંતાનને જન્મ આપે તે. આ બધાં બાહ્ય સંબંધન સંયોગ વિષયત્વથી બાહ્ય છે તેમ પૂર્વાચાર્યો કહે છે. આ વાક્ય બધે જ જોડવું.
દુહિતા - પુત્રી, માતાને કેવળ દૂધને માટે દોહે છે તે. ભાર્યા - ભર્તા જેનું પોષણ કરે છે તે, પત્ની. પતિ - પત્નીનું રક્ષણ કરે તે. શીત - ઠંડી, ઉષ્ણ - પ્રાણીને જે બાળે છે તે. છાયા - આતપને છીનવે છે તે. આતપ - ચોતરફથી જગતને સંતાપે છે તે. ચ શબ્દ રામ, નોકર આદિ બાકીના સંબંધીના સમુચ્ચયને માટે છે.
નૈરુક્ત વિધિથી આ લક્ષણો કહ્યા.
હવે રહસ્ય કહે છે – આચાર્ય, શિષ્યથી અન્યત્વને લીધે બાહ્ય છે, તેથી જે તેના વડે શિષ્યનો સંયોગ - શિષ્ય એમ કહેતા અવશ્ય આચાર્યને આક્ષેપ કરે છે. એ રીતે આક્ષેપ્ય આક્ષેપક ભાવ લક્ષણ છે તે બાહ્યથી છે, એમ કરીને બાહ્ય સંબંધન સંયોગ છે તેથી તે વિષયમાં આચાર્ય પણ ઉપચારથી તે પ્રમાણે કહેવાય છે, શિષ્ય પણ આચાર્યથી અન્યત્વને લીધે બાહ્ય છે. - X - X - એ પ્રમાણે પુત્ર-પિતા આદિમાં પણ કહેવું. બધે સામાન્યથી પરસ્પર આક્ષેપ્ય - આક્ષેપક ભાવ છે. વિશેષ નિરૂપણામાં ઉપકાર્ય - ઉપકારક ભાવ, જન્મય - જનકભાવ, વિરોધ સંબંધ તે-તે સંબંધોમાં જાણવો. હવે આચાર્ય-શિષ્ય મૂલત્વથી તેમનો અનુયોગ કહે છે –

Linked texts (1)