Uttarajjhayana 47
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 47
- Language
- Gujarati
47
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૮ + વિવેચન [૧/નિર્યુક્તિ-૫૮ + વિવેચન]
આચાર્યને આચાર્ય જ અન્ય સદૃશ થાય છે, અનાચાર્ય થતો નથી. કેમકે બીજે આચાર્યના ગુણો અવિદ્યમાન છે. આચાર્ય સિવાય બીજે છત્રીશ ગુણયુક્તતા નથી. તેનાથી યુક્ત હોય તો તે બીજા પણ તત્ત્વથી આચાર્ય જ છે. આ ૩૬ ગુણો કયા છે? પ્રત્યેક ચાર પ્રકારે - આઠગણી સંપદા છે, તેથી બત્રીશ ગુણ, તેમાં આચારાદિ ચાર વિનયને ઉમેરતા - છત્રીશ ગુણો થાય છે. તે આઠગણી સંપદા આ પ્રમાણે છે –
(૧) આચાર સંપત, (૨) શ્રુત સંપત, (૩) શરીર સંપત, (૪) વચન સંપત, (૫) વાચના સંપત, (૬) મતિ સંપત, (૭) પ્રયોગમતિ સંપત, (૮) સંગ્રહ પરિજ્ઞા સંપત.
તેમાં – (૧) આચાર સંપત - ચાર ભેદે છે – (૧) સંયમ ધ્રુવ યોગ યુક્તતા, (૨) અસંપ્રગ્રહતા, (૩) અનિયત વૃત્તિ, (૪) વૃદ્ધ શીલતા. તેમાં (૧) સંયમ - ચારિત્ર. તેમાં ધ્રુવ - નિત્ય, યોગ - સમાધિયુક્તતા. આ સંયમ ધ્રુવ યોગયુક્તતામાં સતત ઉપયોગ. (૨) અસમ્પ્રગ્રહ - ચોતરફથી પ્રકર્ષ વડે જાત્યાદિ પ્રકૃષ્ટતા લક્ષણથી ગ્રહણ - આત્માનું અવધારણ. (૩) અનિયત વૃત્તિ - અનિયત વિહાર રૂપ. (૪) વૃદ્ધશીલતા - શરીર અને મનમાં નિભૃત સ્વભાવતા અર્થાત્ નિર્વિકારતા.
(૨) શ્રુતસંપત ચાર ભેદે છે – (૧) બહુશ્રુતતા - યુગપ્રધાન આગમતા, (૨) પરિચિત સૂત્રતા - ઉત્ક્રમ ક્રમ વચનાદિ વડે સ્થિરસૂત્રતા, (૩) વિચિત્ર સૂત્રતા - સ્વ પર સમય વિવિધ ઉત્સર્ગ અપવાદના જ્ઞાતા, (૪) ઘોષ વિશુદ્ધિ કરણતા - ઉદાત અનુદાત આદિ સ્વરશુદ્ધિ વિધાયિતા.
(૩) શરીર સંપત ચાર ભેદે છે – (૧) આરોહ પરિણાહ યુક્તતા - લંબાઈ અને પહોળાઈની તુલ્યતા વડે યુક્તતા. (૨) અવિદ્યમાન મવત્રાપ્યમ્ - અવત્રપણ લજ્જા પામવી જેને છે તે અયમનવત્રાપ્ય અથવા લજ્જાને યોગ્ય કે શક્ય તે અવત્રાપ્ય, તે પ્રમાણે ન હોવાનો ભાવ તે અનવત્રાપ્યતા. (૩) પરિપૂર્ણ ઈન્દ્રિયતા - ન હણાયેલા ચક્ષુ આદિની કરણતા. (૪) સ્થિર સંહનનતા - તપ વગેરેમાં શક્તિયુક્તતા.
(૪) વચન સંપત ચાર ભેદે છે – (૧) આદેયવચનતા - બધાં લોકોને ગ્રાહ્ય વાક્યપણું. (૨) મધુર વચનતા - મધુર રસવત્ જે અર્થથી વિશિષ્ટાર્થપણાથી અર્થના અવગાઢત્વથી, શબ્દની કઠોરતા રહિત, ગાંભીર્યાદિ ગુણયુક્તતાથી શ્રોતાને આહ્લાદ ઉપજાવે એવા વચનો. (૩) અનિશ્રિત વચનતા - રાગાદિથી અકલુષિત વચનતા. (૪) અસંદિગ્ધ વચનતા - પરિસ્ફૂટ વચનપણું.
(૫) વાચના સંપત ચાર ભેદે – (૧, ૨) વિદિત્વ ઉદ્દેશન - સમુદ્દેશન - પારિણામિકપણું આદિ ગુણયુક્ત શિષ્ય, જે જેને યોગ્ય છે, તેને જ ઉદ્દેશો કે સમુદ્દેશો કરવો તે. (૩) પરિનિર્વાપ્ય વાચના - પૂર્વે આપેલ આલાપકાદિ સંપૂર્ણપણે પોતાના આત્મામાં પરિણમાવતા શિષ્યને સૂત્રગત અશેષ વિશેષ ગ્રહણકાળની પ્રતીક્ષા કરીને શક્તિ અનુરૂપ પ્રદાનથી અશેષ અનુભવીને સૂત્રનું પ્રદાન કરવું તે. (૪) અર્થનિર્યાપણા - સૂત્ર અભિધેય વસ્તુ. તેની પ્રચૂર નિર્વાહણા, પૂર્વાપર સંગતિથી સ્વયં જ્ઞાનથી અને બીજાને કથનથી નિર્ગમન કરવું, તે નિર્યાપના.
(૬) મતિસંપદા ચાર ભેદે – (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અવાય, (૪) ધારણા. આ અવગ્રહાદિ તે-તે સ્થળે કહેવાયેલા છે.
(૭) પ્રયોગમતિ સંપદા ચાર ભેદે છે – (૧) આત્મજ્ઞાન - વાદાદિના કાળે કઈ રીતે આ પ્રતિવાદીને જીતવા, તે મારી શક્તિ છે કે નહીં? તેની આલોચના. (૨) પુરુષજ્ઞાન - આ પ્રતિયાત પુરુષ શું સાંખ્ય છે કે અન્ય અને પ્રતિભા આદિવાળો છે કે વગરનો તે વિચારવું. (૩) ક્ષેત્રજ્ઞાન - શું આ માયાવી છે કે અન્યથા? સાધુ વડે તે નગરાદિ અભાવિત છે કે ભાવિત? (૪) વસ્તુજ્ઞાન - શું આ રાજા, અમાત્ય કે સભાસદ આદિ છે અથવા દારૂણ કે અદારુણ, ભદ્રક છે કે અભદ્રક તેનું નિરૂપણ કરવું.
(૮) સંગ્રહપરિજ્ઞા – (૧) બાળ, દુર્બળ, ગ્લાનના નિર્વાહ અને બહુજન યોગ્ય ક્ષેત્રગ્રહણ લક્ષણા. (૨) નિષદ્યા આદિ માલિન્યના પરિહાર માટે ફલક, પીઠના ઉપાદાન રૂપ. (૩) યથાસમય જ સ્વાધ્યાય, ઉપધિનું સમુત્પાદન, પ્રત્યુપેક્ષણ, ભિક્ષાદિકરણ રૂપ. (૪) પ્રવ્રાજક, અધ્યાપક, રત્નાધિક આદિ ગુરૂની ઉપધિનું વહન, વિશ્રામણા, સંપૂજના, અભ્યુત્થાન, દંડકોપાદાનાદિ.
આ પ્રમાણે આઠ ચતુર્ગુણ આચારાદિ ગણિ સંપત્તિ કહી. વિનય, તે આગળ આચાર્ય વિનયના પ્રસ્તાવમાં કહેશે. આચાર્યનું સ્વરૂપ કહ્યું.
હવે શિષ્યનું સ્વરૂપ કહે છે - X - X - શિષ્ય પણ બધાં સાથે તુલ્ય હોય, કેટલાંક સાથે જ નહીં, શેના વડે? સાધારણ ક્ષાંતિ આદિ ગુણ વડે. શિષ્યને આચાર્યની સદૃશ યોજ્યો, આ સાદૃશ્ય સ્વગુણ માહાત્મ્યની વિભૂતિથી બંનેને પણ યથોક્ત અન્વર્થયુક્ત જ છે. અથવા આચાર્ય પણ સ્વગુણને આશ્રીને શિષ્ય સદૃશ જ છે. અનુરૂપ અર્થને પણ સદૃશ શબ્દથી કહેલ છે. અનનુરૂપ તે તત્ત્વથી અશિષ્ય જ છે. આ શિષ્યના ગુણો કયા છે? ભાવ વિજ્ઞાન અનુવર્તના, ગુરુનું બહુમાન અને ભક્તિ, દક્ષત્વ, દાક્ષિણ્ય, શીલ, કુળ, ઉદ્યમ, લજ્જા, શુશ્રૂષા, પ્રતિપૃચ્છા, શ્રવણ, ગ્રહણ, ઈહા, અપાય, ધરણ, સમ્યક્કરણ. એ બધાં શિષ્યગુણો છે.
હવે બીજા પ્રકારે આચાર્ય અને શિષ્યનો સંબંધ સંયોગ કહે છે –