Uttarajjhayana 468
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 468
- Language
- Gujarati
468
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૪૧ + વિવેચન [૬/નિર્યુક્તિ-૨૪૧ + વિવેચન]
ક્રોધ, માન, માયા, લોભ, રાગ, પ્રેમ, દ્વેષ, મિથ્યાત્વ, વેદ, અરતિ, હાસ્ય, શોક, ભય અને જુગુપ્સા એ ચૌદ છે. તેમાં ક્રોધ - અપ્રીતિરૂપ, માન - અહંકાર, માયા - સ્વ અને પરને વ્યામોહ ઉત્પાદક શકતા. લોભ - દ્રવ્યાદિની આકાંક્ષા, પ્રેમ - પ્રિયમાં પ્રીતિ, દોષ - ઉપરામ ત્યાગરૂપ વિકાર, દ્વેષ. અહીં જો કે પ્રેમ - માયા અને લોભરૂપ છે, દ્વેષ - ક્રોધ અને માનરૂપ છે. તો પણ તેમનું પૃથક્ ઉપાદાન કથંચિત્ સામાન્યના વિશેષથી અન્યત્વ જણાવવાને છે. મિથ્યાત્વ - તત્ત્વની અશ્રદ્ધા, તે છ સ્થાનોથી થાય છે. ન અસ્તિ, ન નિત્ય ઈત્યાદિ. - X - વેદ - સ્ત્રી વેદાદિ ત્રણ. અરતિ - સંયમમાં અપ્રીતિ, રતિ - અસંયમમાં પ્રીતિ. હાસ્ય - વિસ્મય આદિમાં હોઠના વિકાશરૂપ, શોક - ઈષ્ટના વિયોગથી માનસ દુઃખી, ભય - ઈહલોક ભય આદિ સાત. (૧) ઈહલોક ભય, (૨) પરલોક ભય, (૩) આજીવિકા ભય, (૪) શ્લાઘા ભય, (૫) અકસ્માત ભય, (૬) આદાન ભય, (૭) મરણ ભય. - X - જુગુપ્સા - અસ્નાનાદિથી મલિન શરીરવાળા સાધુની હીલના. ૦ હવે બાહ્ય ગ્રંથના ભેદોને કહે છે –