Pramāṇa · Search · About · API

Uttarajjhayana 480

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 480

Language
Gujarati

480

વિવેચન–૧૬૬, ૧૬૭
અધ્યાત્મ - આત્મામાં જે વર્તે છે, અથવા અધ્યાત્મ એટલે મન, તેમાં જે રહે છે, તે અધ્યાત્મસ્થ, આના પ્રસ્તાવથી સુખાદિ, જે ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગાદિ હેતુથી જન્મેલ છે. નિરવશેષ પ્રિયત્વ આદિ સ્વરૂપથી અવધારીને, તથા પ્રાણ - પ્રાણી, આત્મવત્‌ સુખપ્રિયત્વથી પ્રિય દયા - જેનું રક્ષણ કરે તે પ્રિયદયાવાળો. અથવા જેને આત્મા પ્રિય છે, તે પ્રિયાત્મક. તેને જાણીને ન હણે, અતિપાત ન કરે તેમજ ન હણાવે ઈત્યાદિ - X -.
પ્રાણ - ઈન્દ્રિયાદિ, કેવો થઈને? ભય અને વૈર-પ્રદ્વેષ, તેનાથી નિવૃત્ત થઈને અથવા અધ્યાત્મસ્થ શબ્દના અભિપ્રેત પર્યાયત્વથી રૂઢ-પણાથી અધ્યાત્મસ્થ - જે જેને અભિમત છે, તે સુખ જ બધી દિશાથી કે બધાંના મનો અભિમત શબ્દાદિથી જન્મેલ બધું શારીરિક-માનસિક તને ઈષ્ટ છે. તે પ્રમાણે બીજા પ્રાણીને પણ ઈષ્ટ છે, તેમ વિચારીને પ્રાણી પરત્વે પ્રિયદયા થાય. - X - અહીં પ્રાણાતિપાત લક્ષણ આશ્રય નિરોધને જાણીને બાકીના આશ્રયનો નિરોધ કહે છે –

Linked texts (2)