Pramāṇa · Search · About · API

Uttarajjhayana 504

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 504

Language
Gujarati

504

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૪૪, ૨૪૫ + વિવેચન [૭/નિર્યુક્તિ-૨૪૪, ૨૪૫ + વિવેચન]
ઉરભ્ર વિષયક નિક્ષેપો ચાર પ્રકારે છે – નામાદિ ભેદથી. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્ય ઉરભ્ર બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી ઉરભ્ર શબ્દને જાણે પણ તેમાં અનુપયુક્ત. નોઆગમથી દ્રવ્ય ઉરભ્ર ત્રણ ભેદે છે. તે પ્રમાણે – (૧) જ્ઞશરીર ઉરભ્ર - ઉરભ્ર શબ્દાર્થજ્ઞનું સિદ્ધશિલા તલે રહેલ શરીર. (૨) ભવ્ય શરીર ઉરભ્ર - ઉરભ્ર શબ્દનો અર્થ જાણતો નથી, પણ કાલાંતરે જાણશે, તેનું શરીર. (૩) તદ્‌વ્યતિરિક્ત - તે ત્રણ ભેદે છે - જે અનંતર ભવમાં જ ઉરભ્ર-ઘેટાપણે ઉપજશે. તે જ ઘેટાના આયુના બંધ પછી આના વડે બદ્ધાયુષ્ક કહે છે. ત્રીજું કહે છે-અભિમુખ નામગોત્ર, જેને ઘેટા સંબંધી છે તે, અંતર્મુહૂર્ત્ત પછી ઘેટાનો ભવ થશે તે.
હવે ભાવ ઉરભ્ર અધ્યયન નામનો બંધ કહે છે –

Linked texts (1)