Pramāṇa · Search · About · API

Uttarajjhayana 506

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 506

Language
Gujarati

506

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૪૮ + વિવેચન [૭/નિર્યુક્તિ-૨૪૮ + વિવેચન]
આરંભ - પૃથ્વી આદિનું ઉપમર્દન, રસગૃદ્ધિ - મધુરાદિ રસની આકાંક્ષા, દુર્ગતિગમન - નરક, તિર્યંચાદિમાં પર્યટન. અહીં જ તેના અપાયમાં શિરચ્છેદાદિ થાય, તેનાથી આર્ત્ત-રૌદ્ર, ધ્યાનયુક્ત થઈને દુર્ગતિમાં પડે. દુઃખાદિ અનુભવવા રૂપ ઉપમા-સાદૃશ્ય ઉપદર્શનરૂપ. ક્રમથી આરંભાદિ અર્થો વડે ઉરભ્રના વિષય કરાયેલ છે. અહીં એવું કહેવા માંગે છે કે – જે વર્તમાનને જ જોનારો છે, તે વિષયાદિ અર્થે તે-તે આરંભ કરે છે. તે આરંભ વડે ઉપચિત કર્મો વડે કાલશોકરિકાદિવત્‌ અહીં જ દુઃખો પામીને નરકાદિ કુગતિને પામે છે, તેથી ઘેટાના ઉદાહરણથી અહીં કહેશે. કાકિણી આદિ સાધર્મ્ય દૃષ્ટાંત ઉપલક્ષણ છે. - X -
નામ નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર આલાપક નિક્ષેપ અવસર છે. તે સૂત્ર હોય તો થાય. તેથી હવે સૂત્રને કહે છે

Linked texts (1)