Pramāṇa · Search · About · API

Uttarajjhayana 516

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 516

Language
Gujarati

516

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૮૩ થી ૧૮૫ [૭/૧૮૩ થી ૧૮૫]
હિંસક, અજ્ઞાની, મિથ્યાભાષી, માર્ગમાં લૂંટનાર, બીજાની આપેલ વસ્તુને વચ્ચેથી જ હડપી લેનાર, ચોર, માયાવી, ક્યાંથી ચોરી કરું? એમ નિરંતર વિચારનાર, ધૂર્ત્ત. સ્ત્રી અને બીજા વિષયોમાં આસક્ત, મહાઆરંભી, મહાપરિગ્રહી, દારુ-માંસ ભોગી, બળવાન, બીજાને દમનાર. બકરાની જેમ કર-કર શબ્દ કરતા માંસાદિ અભક્ષ્ય ખાનાર, ફાંદાળો, અધિક લોહીવાળો, ઘેટો જેમ મહેમાનની પ્રતીક્ષા કરે તેમ તે નરકના આયુની આકાંક્ષા કરે છે.

Linked texts (1)