Uttarajjhayana 517
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 517
- Language
- Gujarati
517
વિવેચન–૧૮૩ થી ૧૮૫
હણવાના સ્વભાવવાળો તે હિંસ્ર. સ્વભાવથી જ હિંસા કરનાર, અજ્ઞાની, પાઠાંતરથી હેતુ વિના કોપ કરનારો - ક્રોધી, અસત્ય બોલનારો, માર્ગમાં લૂંટફાટ કરનાર. માર્ગમાં જતા લોકોનું સર્વસ્વ લૂંટનાર, રાજાદિ વડે અપાયેલને વચ્ચેથી જ હરી લેનાર. અથવા બીજા વડે અપાયેલને હરનાર કે ગામ-નગરાદિમાં ચોરી કરનાર, વિસ્મરણશીલ, સર્વ અવસ્થામાં બાલત્વને જણાવવા માટે છે. ચોરી વડે જ ઉપકલ્પિત આત્મવૃત્તિ વાળા, ગ્રંથિ છેદાદિ ઉપાય વડે અપહરે છે તે ચોર, ખાતર પાડનાર, વંચનામાં એકચિત્ત, કોનું શું હરી લઉં? એવા અધ્યવસાય યુક્ત, વક્ર આચારવાળા.
તથા સ્ત્રી અને વિષયોમાં અભિકાંક્ષાવાળા, અપરિમિત અનેક જંતુને ઉપઘાત કરનાર વ્યાપાર વાળા, ધાન્યાદિના સંચયવાળા. માંસ-મદિરા ભોગી, ઉપચિત માંસ અને લોહી વડે બળવાન, તેથી જ બીજાને દમનાર.
બકરાની જેમ કર્કર કરતાં. અહીં પ્રસ્તાવથી અતિ પક્વ માંસને દાંત વડે ચાવતા. અથવા માંસના ભોજી, તેથી જ મોટા પેટવાળા થયેલા. ઉપચયને પ્રાપ્ત, લોહીથી પુષ્ટ. આદિથી યુક્ત તે સીમંતકાદિ નરકની તેને યોગ્ય કર્મ આરંભીપણાથી કાંક્ષા કરે છે. કોની જેમ? ઉક્તરૂપ ઘેટાની માફક. અહીં હિંસા ઈત્યાદિ અર્ધ શ્લોક વડે આરંભ કહ્યો. માંસાદિ ભોજીપણાથી રસગૃદ્ધિ બતાવી, આયુ વડે દુર્ગતિગમન કહ્યું. તેના પ્રતિપાદન વડે અર્થથી પ્રત્યપાયને કહ્યા. નરકાયુની કાંક્ષા પછી શું કરે? અથવા સાક્ષાત્ ઐહિક અપાય કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati