Uttarajjhayana 533
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 533
- Language
- Gujarati
533
વિવેચન–૧૯૫
બે પ્રકારે ગતિ, તે નરકગતિ અને તિર્યંચગતિ થાય, કોની? બાળકની. બે પ્રકારે - રાગ દ્વેષ વડે આકુલિતની, આવે છે, શું? પ્રાણીઘાત, ઉપલક્ષણથી મહારંભ, મહાપરિગ્રહ, અસત્યભ્રમણ, માયાદિ જેનું મૂળ કારણ છે તે વધમૂલિકા. અથવા અજ્ઞાનીની બે ગતિ થાય છે. તે ગતિમાં વિનાશ, તાડન, છેદ, ભેદ, અતિભારા રોપણાદિ થાય. જીવને આ બંને ગતિમાં વિવિધ આપત્તિ આવે છે. શા માટે? દેવ ભવ અને મનુષ્ય ભવ જે કારણે હારી ગયેલ છે તે લાંપટ્ય અને વિશ્વસ્ત જનને છેતરવારૂપ શઠતાથી. અહીં લોલુપતા એ પંચેન્દ્રિય વધાદિ ઉપલક્ષણ છે. તથા તે નરકત્વ હેતુ અભિધાન છે. શઠતા તે તિર્યંચગતિનો હેતુ છે. - X - X - મૂળ જ મનુષ્યત્વ અને દેવત્વનો લાભ આપે છે. તે બંને હારી જવાથી નરક અને તિર્યંચગતિ જ મળે છે. હવે મૂલછેદ માટે જ કહે છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati