Pramāṇa · Search · About · API

Uttarajjhayana 553

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 553

Language
Gujarati

553

વિવેચન–૨૦૫
ઋદ્ધિ - સુવર્ણ આદિ સમુદાય, દ્યુતિ - શરીરની કાંતિ, યશ - પરાક્રમ વડે કરેલ પ્રસિદ્ધિ, વર્ણ - ગાંભીર્યાદિ ગુણોથી શ્લાધા કે ગૌર આદિ, આયુ-જીવિત, સુખ - ઈપ્સિત વિષય. આ બધું અનુત્તર હોય. વળી દેવભાવની અપેક્ષાથી ત્યાં પણ અનુત્તર એવું આ બધું તેને સંભવે છે. પછી તે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કામથી અનિવૃત્ત જેનો આત્માર્થ છે તે વિનાશ પામે છે માટે તે બાલ છે અને બીજો પંડિત છે.
હવે આના જ સાક્ષાત્‌ સ્વરૂપ ફળને દર્શાવતા કહે છે –

Linked texts (2)