Uttarajjhayana 555
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 555
- Language
- Gujarati
555
વિવેચન–૨૦૬ થી ૨૦૮
અજ્ઞાનીનું અજ્ઞત્વ જુઓ. તે ધર્મ વિપક્ષ વિષયાસક્તિ રૂપ સ્વીકારીને - X - વિષય નિવૃત્તિ રૂપ સદાચાર ધર્મને છોડે છે. સીમંતક આદિ નરકમાં કે અન્ય દુર્ગતિમાં પછી તે ઉત્પન્ન થાય છે.
તથા ધી - બુદ્ધિ, તેની વડે રાજે - શોભે છે, તે ધીર - ધીમાન અથવા પરીષહાદિથી ક્ષોભિત ન થતો તે ધીર, તેને જુઓ. તે ધીરભાવને સર્વ ધર્મ - ક્ષાંત્યાદિ રૂપ અનુવર્તે છે, તે અનુકૂળ આચારપણાથી સ્વીકારવાના સ્વભાવવાળો, તેથી સર્વ ધર્માનુવર્તી છે. ધીરત્વ જ કહે છે - તે વિષય અભિરતિ રૂપ અસદાચારને છોડીને, ધર્મિષ્ઠ થાય. પછી દેવમાં ઉપપાદ પામે છે. જો એમ છે, તો શું કરવું? તે કહે છે –
બાલભાવ અને અબાલભાવની તુલના કરીને અનંતરોક્ત પ્રકારથી પંડિત - બુદ્ધિમાન બાલત્વને છોડીને મુનિ અબાલભાવને સેવે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati