Uttarajjhayana 557
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 557
- Language
- Gujarati
557
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૫૦ થી ૨૫૨ + વિવેચન [૮/નિર્યુક્તિ-૨૫૦ થી ૨૫૨ + વિવેચન]
કપિલ વિષય નિક્ષેપ નામાદિ ચાર પ્રકારે છે. તેમાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ છે. દ્રવ્ય વિષયક બે ભેદ છે - આગમથી અને નોઆગમથી. તેમાં નોઆગમથી ત્રણ ભેદ છે. તે આ - કપિલ શબ્દાર્થ જ્ઞશરીર, પશ્ચાત્કૃત પર્યાય જ્ઞશરીર કહેવાય છે. ભવ્ય શરીર - પુરસ્કૃત કપિલ શબ્દાર્થજ્ઞપણા રૂપ પર્યાય, તદ્વ્યતિરિક્ત દ્રવ્ય કપિલ, તે પણ ત્રણ ભેદે છે - એકભવિક, બદ્ધાયુષ્ક, અભિમુખનામ ગોત્ર. હવે ભાવકપિલ કહે છે - કપિલ નામ, ગોત્રને અનુભવતો ભાવને આશ્રીને કપિલ થાય છે. તેનાથી આ અધ્યયન આવેલ છે, તે કાપિલીય.
આ ‘કપિલ’ થકી કઈ રીતે આવ્યું? તે કહે છે –