Uttarajjhayana 562
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 562
- Language
- Gujarati
562
વિવેચન–૨૧૦
વિશેષથી - તેનું અનુરમણાદિને છોડીને, કોનું? પૂર્વ પરિચિત માતા, પિતાદિનું. ઉપલક્ષણથી બીજા સ્વજન, ધનાદિ સંયોગ, તે પૂર્વ સંયોગ. પછી શું? કોઈ બાહ્ય કે અભ્યંતર વસ્તુમાં પણ સ્નેહ - આસક્તિ ન કરે. તથા કયા ગુણ થાય તે કહે છે –
અસ્નેહ એટલે અવિદ્યમાન પ્રતિબંધ, સ્નેહ કરણશીલ પ્રતિ પણ - પુત્ર પત્ની આદિમાં પણ, તેને અપરાધસ્થાન માનીને ત્યાગ કરે. શું કહે છે? નિરતિચાર ચારિત્રિ થાય. અમુક્ત સ્નેહવાળો જ પત્ની આદિની આસક્તિથી અતિચારરૂપ દોષપદને સાધુ પ્રાપ્ત કરે છે. પાઠાંતરથી - દોષ એટલે મનથી તાપ આદિ, પ્રદોષ - પરલોકમાં નરક ગતિ આદિથી. ફરી આ જે કરે, તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati