Pramāṇa · Search · About · API

Uttarajjhayana 570

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 570

Language
Gujarati

570

વિવેચન–૨૧૪
દુઃખેથી ત્યાગ કરી શકાય છે તે દુષ્પરિત્યજા, આ પ્રત્યક્ષ પ્રાપ્ત કામભોગો, સુખેથી - પ્રયાસ વિના સુત્યાજ્ય નથી, વિષયુક્ત સ્નિગ્ધ મધુર અન્નવત્‌. કોને? અધીર પુરુષોને. અબુદ્ધિવાળા કે અસત્વવાળા પુરુષોથી. પુરુષના ગ્રહણથી, જેઓ અલ્પ વેદોદયથી સુખે તજનારા સંભવે છે, તેઓ પણ આને સુખેથી તજી શકતા નથી. તે પછી અતિદારુણ સ્ત્રી નપુંસક વેદોદયથી આકુળથી તો કેમ છૂટે? આ તેનું દુષ્પરિત્યાજ્ય પણું - X - X - કહ્યું, તે ‘અધીર’ ને આશ્રીને કહ્યું. ધીરને તો સુત્યાજ્ય જ છે.
તેથી કહે છે – સમ્યગ્‌ જ્ઞાનાધિષ્ઠત્વથી શોભન વ્રતો - હિંસા વિરમણ આદિ, જેમને છે તે સુવ્રતી. શાન્તિને આશ્રીને શાંતિસુવ્રતી. પૌરુષેયી વડે અને ક્રિયા વડે મુક્તિને સાધે છે તે સાધુ. તેઓ તરવાને પણ અશક્ય એવા વિષય સમૂહ કે ભવને તરી જાય છે - અતિક્રમે છે. કોની જેમ? વણિજ્‌ ની જેમ. જેમ વણિજ્‌ ન તરી શકાય તેવા સમુદ્રને યાન-પાત્રાદિ ઉપાયથી તરે છે, એ પ્રમાણે આ ‘ધીર’ પણ વ્રતાદિ વડે ઉક્ત રૂપ ભવથી તરી જાય છે. - X - શું બધાં સાધુઓ આ અન્તરને તરી જાય છે?

Linked texts (2)