Pramāṇa · Search · About · API

Uttarajjhayana 600

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 600

Language
Gujarati

600

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૬૦ થી ૨૬૩ + વિવેચન [૯/નિર્યુક્તિ-૨૬૦ થી ૨૬૩ + વિવેચન]
નમિ વિષય નિક્ષેપો નામ આદિ ચાર ભેદે છે, તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્ય નમિના બે ભેદ છે, આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી જ્ઞાતા પણ અનુપયુક્ત, નોઆગમથી ત્રણ ભેદ - જ્ઞશરીરી, ભવ્ય શરીર, તદ્‌વ્યતિરિક્ત. તેમાં તદ્‌વ્યતિરિક્ત નમિ ત્રણ ભેદે - એકભવિક, બદ્ધાયુષ્ક, અભિમુખ નામગોત્ર. તે પૂર્વવત્‌. તથા નમિનું આયુ, નામ અને ગોત્રને વેદતો ભાવથી નમિ થાય છે. તે નમિનો અહીં અધિકાર છે.
તેથી અહીં નમિપ્રવ્રજ્યા નામક આ અધ્યયન જ કહીએ છીએ. પ્રવ્રજ્યાનો પણ નામાદિ ચાર ભેદે નિક્ષેપ છે. - X - બીજા તે અર્હત્‌ પ્રણીત તીર્થથી અન્યત્વથી તીર્થો - પોતપોતાના અભિપ્રાયથી ભવસમુદ્ર તરવા પ્રતિ કરણપણાથી વિકલ્પિતત્વથી અન્યતીર્થો, તેમાં થયેલ તે અન્ય-તીર્થિકો. તે શાક્ય આદિને દ્રવ્યમાં વિચારવા. પ્રવ્રજ્યાના યોગથી તેમને પણ પ્રવ્રજ્ય કહેવાય. - X - અહીં અન્યતીર્થિક વડે વિવક્ષિત ભાવ વિકલતા સૂચવી છે. તેથી અન્યતીર્થી કે સ્વતીર્થી જે પ્રવ્રજ્યા પર્યાય શૂન્ય હોય તેની દ્રવ્ય પ્રવ્રજ્યા જાણવી. ભાવથી વિચારતા પ્રવ્રજ્યા તે - પૃથ્વી આદિની હિંસા તે આરંભ અને મૂર્ચ્છા તે પરિગ્રહ, તે બંનેના પરિહાર, માત્ર બાહ્ય વેષની ધારણાદિ નહીં.
જો કે અહીં નમિપ્રવ્રજ્યા જ પ્રકાંત છે, તો પણ જેમ આ પ્રત્યેકબુદ્ધ છે, તેમ બીજા પણ કરકંડૂ આદિ ત્રણ સમકાળે સુરલોકથી આવીને પ્રવ્રજ્યા લઈ, કેવળજ્ઞાનોત્પત્તિથી સિદ્ધિ-ગતિને પામ્યા. તેથી પ્રસંગથી શિષ્યને વૈરાગ્ય ઉત્પાદન માટે તેની વક્તવ્યતા પણ કહેવા નિર્યુક્તિકારશ્રી કહે છે –

Linked texts (1)