Uttarajjhayana 627
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 627
- Language
- Gujarati
627
વિવેચન–૨૪૧, ૨૪૨
(૨૪૧ નું વિવેચન પૂર્વના સૂત્ર-૨૩૬ વત્ જાણવું.) જે રીતે સુખ ઉપજે, એ પ્રમાણે અમે રહીએ છીએ. પ્રાણ ધારણ કરીએ છીએ. અમારી કોઈ વસ્તુજાત વિદ્યમાન નથી. કેમકે - હું એકલો છું, મારું કોઈ નથી. જેમ જીવ એકલો જન્મે છે, મરે છે પણ એકલો જ. તેથી આ અંતઃપુર આદિ કોઈ મારા નથી. એમ હોવાથી આ નગરીના બળવાથી મારું કંઈ પણ બળતું નથી. મિથિલાનું ગ્રહણ માત્ર અંતઃપુરાદિ જ નથી, મારા સંબંધી બીજા પણ કોઈ સ્વજનાદિ નહીં, કેમકે પ્રાણીઓ પોતપોતાના કર્મોના ફળ જ ભોગવે છે, તે-તે પ્રમાણે ભ્રમણ કરે છે, તેથી અહીં કોણ કોનું પોતાનું કે પારકું છે? તે જણાવે છે. તેથી આના વડે પૂર્વોક્ત હેતુનું અસિદ્ધત્વ કહ્યું. તત્ત્વથી જ્ઞાનાદિ સિવાયનું બધું જ અસ્વકીયપણાથી છે, ઈત્યાદિ ચર્યા પૂર્વવત્ આ જ વાત કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati