Uttarajjhayana 629
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 629
- Language
- Gujarati
629
વિવેચન–૨૪૩, ૨૪૪
ત્યક્ત - પરિહરેલ છે પુત્ર અને પત્ની જેણે તે તથા તેને, તેથી જ કૃષિ, પશુપાલનાદિ ક્રિયાને પરિહરેલ ઉક્તરૂપ ભિક્ષુને પ્રિય-ઈષ્ટ કંઈ પણ નથી અને અપ્રિય-અનિષ્ટ પણ કંઈ નથી. કેમકે પ્રિય કે અપ્રિય વિભાગના અસ્તિત્વમાં જ પુત્ર, પત્ની આદિનો ત્યાગ ન જ કરેલો જાણવો. તે બંને જ અતિ પ્રતિબંધ વિષયપણે છે. આના વડે ‘કાંઈ નથી’ એ વાતનું સમર્થન કરેલ છે, તે સ્વકીયત્વ જ પુત્રાદિના અત્યાગથી આસક્તિ થાય, તેથી તેનો નિષેધ કર્યો. એવું હોય તો સુખેથી વસવું કે જીવવું કઈ રીતે થાય? તે કહે છે – મુનિને ઘણું કલ્યાણ કે સુખ બાહ્ય-અભ્યંતર બંને રીતે અણગારપણામાં છે અથવા સ્વજન અને પરિજનથી વિપ્રમુક્ત અને ‘હું એકલો છું.’ એવી એકત્વ ભાવનારૂપ પર્યાલોચન કરતો (સાધુ કલ્યાણ કે સુખને પામે.)
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati