Pramāṇa · Search · About · API

Uttarajjhayana 631

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 631

Language
Gujarati

631

વિવેચન–૨૪૫, ૨૪૬
પ્રકર્ષથી મર્યાદા વડે કરે છે તેને તે પ્રકાર - ધૂળ અને ઈંટો આદિથી વિરચીત કરીને, ગોપુર - ગાય વડે પૂરાય છે તે, પ્રતોલી દ્વારો, ગોપુરના ગ્રહણથી આગળીયો, બારણા આદિ પણ લેવા. અટ્ટાલક - પ્રાકાર કોષ્ઠકની ઉપર રહેલા આયોધન સ્થાનો. ખાઈ - પર સૈન્યને પાડવા માટે ઉપરથી ઢાંકેલ ખાડો. શીગઘ્ન - સો ને હણે તેવું યંત્ર વિશેષરૂપ. એ પ્રમાણે બધું જ નિરાકુલ કરીને જા. ક્ષતથી રક્ષણ આપવા માટે ક્ષત્રિય, તે સંબોધન છે. હેતૂપલક્ષણ આ છે - જે ક્ષત્રિય છે, તે નગર રક્ષા માટે પ્રવૃત્ત હોય.

Linked texts (2)