Uttarajjhayana 633
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 633
- Language
- Gujarati
633
વિવેચન–૨૪૭ થી ૨૫૦
શ્રદ્ધા - તત્ત્વરૂચિ રૂપા સંપૂર્ણ ગુણ આધારપણાથી, નગરી કરીને - હૃદયમાં અવધારીને. આના વડે પ્રશમ સંવેગ આદિ ગોપુર કરીને તેમ ઉપલક્ષણથી કહ્યું. આગળીયો, બારણા, કઈ રીતે? તે કહે છે. તપ - અનશનાદિ બાહ્ય, તેનાથી પ્રધાન. સંવર - આશ્રવ નિરોધ લક્ષણ તપ સંવર તેને. મિથ્યાત્વ આદિ દુષ્ટ્રનિવારકપણાથી અર્ગલા - પરિઘ, તેનાથી પ્રધાન બારણા પણ અર્ગલા કહેવાય. પ્રાકાર - કયા? તે કહે છે - ક્ષમા નિપુણ - શત્રુ રક્ષણ પ્રતિ શ્રદ્ધા વિરોધી અનંતાનુબંધી કોપને ઉપરોધીપણાથી પ્રાકાર કરે. ઉપલક્ષણથી માનાદિ નિરોધી માર્દવાદિને પણ લેવા અટ્ટાલક, ઉચ્ચૂલક, શતઘ્ની સંસ્થાનીય મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત. આ પ્રકારના વિશેષણ છે. તેથી જ દુઃખથી અભિભૂત થાય તેથી દુષ્પ્રઘર્ષ.
અહીં જે ‘પ્રાકારાદિ કરાવીને’ કહેલ, તેનું પ્રતિવચન કહેલ છે. હવે પ્રાકાર અને અટ્ટાલકમાં અવશ્ય જાણવું. તેના હોવાથી પ્રહરણાદિમાં વૈરીઓ સંભવે છે. તેથી કહે છે – ધનુષ્ - કોદંડ, પરાક્રમ - જીવ વીર્યોલ્લાસરૂપ ઉત્સાહ કરીને, જીવા - પ્રત્યંચા, ઈર્યા - ઈર્યાદિ પાંચે સમિતિઓ. સદા - સર્વકાળ, ધૃતિ - ધર્મમાં અભિરતિ રૂપ, કેતન - શૃંગમય ધનુ મધ્યમાં કાષ્ઠમય મુઠ્ઠીરૂપ. તેને મનઃ સત્યાદિ વડે બાંધે. પછી શું? તે કહે છે –
તપઃ - અભ્યંતર છ ભેદે લેવા. તે જ કર્મ પ્રતિ અભિભેદીપણે છે.
નારાચ - લોઢાનું બાણ, તેનાથી યુક્તપણાથી અનુક્રમે ધનુષ્ વડે ભેદીને - કર્મ વિદારીને, જ્ઞાનાવરણાદિ કંચુકવત્ કર્મકંચુક, તેને વિદારીને. કર્મકંચુકના ગ્રહણથી આત્મા જ વૈરી થાય છે. કર્મનું કંચુકત્વ તેમાં રહેલ મિથ્યાત્વ આદિ પ્રકૃતિ ઉદયવર્તી શ્રદ્ધા નગરનો રોધ કરીને આત્માનું દુર્નિવારત્વ છે.
કર્મના ભેદમાં જિતપણાથી જેનો સંગ્રામ ચાલ્યો ગયો છે. તે વિગત સંગ્રામ છે. જેમાં શારીરિક, માનસિક દુઃખો હોય છે, તે ભવ - સંસાર, તેનાથી મૂકાય છે. આ રીતે જે ‘પ્રાકાર કરાવીને’ ઈત્યાદિ કહ્યું તે સિદ્ધ સાધન છે. આ રીતે શ્રદ્ધા નગર રક્ષણ કહીને તત્ત્વથી ઈન્દ્રની અવિજ્ઞતા બતાવી, ઈન્દ્રને અભિમત પ્રાકારાદિ કરણમાં મુક્તિ ન થાય તેમ કહ્યું.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati