Pramāṇa · Search · About · API

Uttarajjhayana 646

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 646

Language
Gujarati

646

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૬૧ થી ૨૬૪ [૯/૨૬૧ થી ૨૬૪]
આ અર્થને સાંભળીને - X - X - નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું – જે દુર્જય સંગ્રામમાં દશ લાખ યોદ્ધાને જીતે છે, તેની અપેક્ષાએ જે એક પોતાને જીતે છે, તેનો વિજય જ પરમ વિજય છે... બહારના યુદ્ધોથી શું? સ્વયં પોતાનાથી યુદ્ધ કરો. પોતાનાથી પોતાનાને જીતીને જ સાચું સુખ પ્રાપ્ત થાય છે.. પાંચ ઈન્દ્રિયો, ક્રોધ, માન, માયા, લોભાદિ વાસ્તવમાં દુર્જેય છે. એક પોતાને જીતવાથી આ બધાં જીતાઈ જાય છે.

Linked texts (1)