Pramāṇa · Search · About · API

Uttarajjhayana 647

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 647

Language
Gujarati

647

વિવેચન–૨૬૧ થી ૨૬૪
જે હજારો સુભટોને દુર્જય યુદ્ધમાં જીતી લે છે, તે જો એકને કોઈ જીવ વીર્યોલ્લાસી જીતી લે, કોને? આત્માને. કેવા? દુરાચાર પ્રવૃત્ત. તે તેણે અનંતરોક્ત હજારોને જીતીને પ્રકૃષ્ટ જય - બીજાનો પરાભવ કરેલ છે. આના વડે આત્માનું અતિ દુર્જયત્વ કહ્યું. તેથી આત્મા સાથે જ સંગ્રામ કરો. - X - પણ બીજા કોઈ સાથે નહીં. તારા સંગ્રામથી બાહ્ય રાજા આદિને આશ્રીને અથવા બાહ્ય યુદ્ધ કરવા કરતાં આત્માને જીતીને એકાંતિક આત્યંતિક મુક્તિ સુખરૂપ પામે છે અથવા શુભ - પુન્યને પામે છે.
આત્માને જ જિતવાથી સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય? તે કહે છે – શ્રોત્ર આદિ પાંચ ઈન્દ્રિયો, ક્રોધ - કોપ, માન - અહંકાર, માયા - નિકૃતિ, લોભ - ગૃદ્ધિરૂપ, તે દુર્જય - દુરભિભવ છે. સતત તેવા તેવા અધ્યવસાય સ્થાનાંતર એ પ્રમાણે વ્યુત્પત્તિથી આત્મા એટલે મન, સંપૂર્ણ ઈન્દ્રિયાદિ અને ઉપલક્ષણથી મિથ્યાત્વ આદિ, તે બધું આત્માને જીતવાથી જિતાયેલ જ છે.
મનને જીતવાથી ઈન્દ્રિયો જીતાયેલી જ છે, પછી તેના જયને અલગથી કેમ જણાવ્યો? સત્ય છે. તો પણ પ્રત્યેક દુર્જયત્વ જણાવવા માટે તેનો પૃથક્‌ ઉપન્યાસ છે. - X - X - જે કારણે આત્મા જ દુર્જય છે, તેથી બધી જ ઈન્દ્રિય આદિ આત્માના જીતતા જિતાયેલ જ છે. આના વડે ઈન્દ્રિય આદિના જ દુઃખ હેતુત્વથી તેના જયથી સુખ પ્રાપ્તિ સમર્થિત થાય છે. એ પ્રમાણે ફળ ઉપદર્શન દ્વારથી જીતવાની ઈચ્છા કલ્યાણકારી છે, એમ કહ્યું. તેથી જે રાજા આદિને તત્ત્વથી જીતવાપણું દર્શાવીને સિદ્ધ સાધનપણાથી પ્રયોજેલ છે.

Linked texts (2)