Pramāṇa · Search · About · API

Uttarajjhayana 649

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 649

Language
Gujarati

649

વિવેચન–૨૬૫, ૨૬૬
અનંતર પરીક્ષાથી આણે દ્વેષને પણ પરિહરેલ છે, તેમ નિશ્ચય કરીને, જિન પ્રણિત ધર્મ પ્રતિ સ્થૈર્યની પરીક્ષા કરવાની ઈચ્છાથી શક્રએ આ પ્રમાણે કહ્યું – વિપુલ યજ્ઞ - યાગને યોજીને, આગંતુક શ્રમણ - નિર્ગ્રન્થાદિ, બ્રાહ્મણો - દ્વિજોને જમાડીને, દ્વિજાદિને ગાય, ભૂમિ, સુવર્ણ આદિનું દાન કરીને, મનોજ્ઞ શબ્દાદિને ભોગવીને, સ્વયં યાગાદિ કરીને પછી હે ક્ષત્રિય! જજો. આના વડે જે તે પ્રાણીને પ્રીતિકર છે. તે ધર્મને માટે, જે હિંસાથી વિરમણાદિ છે, તેના વડે આ યાગાદિને હેતુ અને કારણપણે સૂચવેલ છે.

Linked texts (2)