Pramāṇa · Search · About · API

Uttarajjhayana 651

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 651

Language
Gujarati

651

વિવેચન–૨૬૭, ૨૬૮
પ્રતિમાસ દશ લાખ ગાયોનું દાન કરે, આવો દાતા પણ જો કંઈક ચારિત્ર મોહનીય ક્ષયોપશમથી સંયમ - આશ્રવાદિ વિરમણરૂપ થાય ત્યારે તે જ અતિશય પ્રશસ્ય છે. કેવા પ્રકારનાને પણ? સ્વષ્ય પણ વસ્તુ ન આપતો હોય અથવા તેના કરતા પણ ઉક્તરૂપથી દાતાના વિવક્ષિત અવધિપણાથી, જેઓ પ્રાણીહિંસાથી સમ્યક્‌ અટકે છે કે સંયમવાન્‌ સાધુ પ્રશસ્યતર છે. અથવા તે દાતા કરતાં પણ અર્થાત્‌ ગોદાન ધર્મથી ઉક્ત રૂપ સંયમ શ્રેય છે.
અહીં ગોદાન એ યાગાદિનું ઉપલક્ષણ છે. ઘણાં લોકોએ આચરેલ છે એ પ્રમાણે સંયમના પ્રશસ્યત્વને કહીને યોગાદિનું સાવદ્યત્વ અર્થથી બતાવેલ છે. વળી - X - પશુવધમાં કઈ રીતે અસાવદ્યતા હોય? તથા દાનાદિ પણ અશનાદિ વિષયક ધર્મોપકરણ ગોચર છે તે ધર્મને માટે વર્ણવેલ છે. - X - બાકીના સુવર્ણ, ગોભૂમિ આદિ પ્રાણીની હિંસાના હેતુપણાથી સાવદ્ય જ છે, ભોગોનું સાવદ્યત્વ સુપ્રસિદ્ધ છે. તે પ્રમાણે પ્રાણી પ્રીતિ કરવાપણું આદિ જે અસિદ્ધ હેતુ છે. કેમકે જે સાવદ્ય છે, તે પ્રાણી પ્રીતિકર નથી. જેમ હિંસાદિ સાવદ્ય અને યાગાદિ છે.

Linked texts (2)