Uttarajjhayana 653
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 653
- Language
- Gujarati
653
વિવેચન–૨૬૯, ૨૭૦
આ પ્રમાણે જિનધર્મમાં સ્થૈર્યને અવધારીને પ્રવ્રજ્યા પ્રતિ આ દૃઢ છે કે નહીં તેની પરીક્ષા કરવા શક્રએ આ પ્રમાણે કહ્યું – અત્યંત દુરનુચર એવા આ આશ્રમ છે, સ્વ-પર પ્રયોજન અભિવ્યાપ્તિથી ખેદ અનુભવે છે. એમ કરીને ગૃહસ્થ ધર્મ, તે જ અલ્પ સત્વવાળાથી દુષ્કરપણે છે તેમ કહ્યું. કેમકે ગૃહસ્થાશ્રમ સમાન ધર્મ ન હતો, ન થશે. તેને શૂર મનુષ્યો પાળે છે. કાયરો પાખંડનો આશ્રય લે છે. તેને છોડીને - ત્યાગ કરીને બીજા કૃષિ પશુપાલન આદિ અશક્ત કાયરજન વડે અતિ નિંદિતની ઈચ્છા કરે છે. કોને? પ્રવ્રજ્યા રૂપ આશ્રમને.
તમારા જેવાને આ કાયર જેવું આચરણ કરવું ઉચિત નથી.
તો શું ઉચિત છે? તે કહે છે – આ જ ગૃહાશ્રમમાં રહેવું. પૌષધ ધર્મની પુષ્ટિ કરે તે વ્રત વિશેષ, તેમાં આસક્ત, તે પૌષધરત અર્થાત્ અણુવ્રત આદિવાળા થાઓ. આનું ઉપાદાન પૌષધ દિનોમાં અવશ્ય ભાવથી તપ-અનુષ્ઠાન ખ્યાપક છે. - X - X - માટે હે રાજન્! અહીં ગૃહસ્થ પદથી હેતુને કહ્યા, તેથી જે જે ઘોર છે, તે-તે ધર્માર્થીએ કરવું જોઈએ, જેમકે - અનશન આદિ. માટે આ ગૃહસ્થાશ્રમને અનુસરવો જોઈએ.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati