Pramāṇa · Search · About · API

Uttarajjhayana 655

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 655

Language
Gujarati

655

વિવેચન–૨૭૧, ૨૭૨
મહિને - મહિને એટલે પ્રતિમાસે, મહિને કે પખવાડીયે નહીં, જે કોઈ અવિવેકી પારણે તૃણ માત્ર ખાય, અર્થાત્‌ જેટલું કુશના અગ્રભાગે રહે તેટલું જ ખાય પણ અધિક નહીં અથવા કુશાગ્રથી ઓદનમાત્ર ખાય એટલા સાધકપણાથી વ્યવહાર કરનારો પણ એટલે કે આવો કષ્ટ અનુષ્ઠાયી પણ શોભન સર્વ સાવદ્ય વિરતિરૂપપણાથી સોળમે ભાગે પણ ન આવે, એ પ્રમાણે તીર્થંકર આદિ વડે કહેવાયેલી છે. તેવા પ્રકારનો ધર્મ જેનો છે તે સ્વાખ્યાત ધર્મ એટલે કે ચારિત્રથી સોળમી કળાએ પૂર્વોક્ત બાલ તપસ્વી ન આવે.
અહીં એવું કહેવા માંગે છે કે ઘોર તપ આદિ પણ સ્વાખ્યાત ધર્મના જ ધર્માર્થી વડે અનુષ્ઠેયપણે છે. બીજાને તો તે આત્મવિઘાત રૂપ જ થાય. કેમકે તે અન્યથા પણે છે. જે સ્વાખ્યાત ધર્મરૂપ ન હોય, તેણે ઘોર એવા તે ધર્માર્થી અનુષ્ઠાનો ન કરવા, જેમકે આત્મવધાદિ અને ગૃહાશ્રમ, કેમકે તેવા સાવદ્યત્વથી હિંસાવત્‌ થાય.

Linked texts (2)