Pramāṇa · Search · About · API

Uttarajjhayana 659

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 659

Language
Gujarati

659

વિવેચન–૨૭૫ થી ૨૭૭
સોનું અને રૂપું, તેની પર્વત પ્રમાણ રાશિ કરાય. પર્વત પ્રમાણ કહેવાથી લઘુ પર્વત પ્રમાણ જ થાય, તેથી કહે છે – તે કૈલાશ પર્વત તુલ્ય જ હોય, કોઈ બીજા લઘુ પર્વત પ્રમાણ નહીં, તે પણ અસંખ્ય હોય, બે કે ત્રણ નહીં, તે પણ લોભી મનુષ્યને તેટલા સોના-રૂપાથી પણ થોડો પણ પરિતોષ થતો નથી. કેમકે તેના ઈચ્છા-અભિલાષ આકાશતુલ્ય અનંત છે. - X - X - શું સોનું, રૂપું જ માત્ર ઈચ્છાની પરિપૂર્તિ માટે પર્યાપ્ત નથી? તે આશંકાથી કહે છે – લોહિત શાલિ આદિ, જવ, બાકીના બધાં ધાન્યો, તાંબુ વગેરે ધાતુ, ગાય ઘોડા આદિ પશુઓ પણ ઈચ્છાપૂર્તિ માટે સમર્થ નથી.
આ પ્રમાણે જાણીને અથવા તે હેતુથી પંડિત પુરુષ બાર પ્રકારના તપને આચરે, તેથી જ નિઃસ્પૃહતાથી ઈચ્છાપૂર્તિ સંભવે છે. આના વડે સંતોષ જ નિરાકાંક્ષતામાં હેતુ છે, સુવર્ણ આદિની વૃદ્ધિ નહીં. તેથી ‘સુવર્ણાદિને વધારીને’ એવું જ અનુમાન અહીં કર્યું તેમાં આકાંક્ષત્વ લક્ષણ હેતુ અસિદ્ધ છે, સંતોષપણાથી મને આકાંક્ષણીય વસ્તુનો જ અભાવ છે, તેમ કહ્યું –

Linked texts (2)