Uttarajjhayana 661
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 661
- Language
- Gujarati
661
વિવેચન–૨૭૮, ૨૭૯
અવિદ્યમાન વિષયોમાં આ વિષયવાંછા નિવૃત્ત છે, એ નિશ્ચય થતાં, વિદ્યમાનમાં તેની આસક્તિ છે કે નહીં તે જાણવા, ઈન્દ્રએ પૂછ્યું - આશ્ચર્ય વર્તે છે, તમે આવા પ્રકારના અદ્ભૂત ભોગોનો ત્યાગ કરો છો. હે પૃથ્વીપતિ! અથવા હે ક્ષત્રિય! આશ્ચર્ય છે કે મળેલા ભોગોને પણ તમે છોડી દો છો અને અવિદ્યમાન ભોગોની અભિલાષા કરો છો, તે પણ આશ્ચર્ય છે. અથવા તમારો અહીં અધિક દોષ છે કે ઉત્તરોત્તર અપ્રાપ્ત ભોગના અભિલાષરૂપ વિકલ્પથી તમે બાધા પામો છો. કેમકે આવા સંકલ્પો અનંત છે. - X - X - અહીં આશ્ચર્ય અને અદ્ભૂતનું એકાર્થત્વમાં ઉપાદન છે તે અતિશય જણાવવા માટે છે – અતિશય અદ્ભૂત ભોગોને છોડીને અસત્ એવા કામોને પ્રાર્થો છો. અન્યથા તમારા જેવા વિવેકીને આવું કેમ સંભવે? આના વડે કહે છે કે – જે સદ્વિવેકી છે, તે પ્રાપ્ત વિષયોને અપ્રાપ્તની કાંક્ષામાં છોડે નહીં, તેમ કહ્યું. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિ, આ સૂત્રનો હેતુ અને કારણ સૂચવે છે કે - સદ્વિવેકી થવું.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati