Pramāṇa · Search · About · API

Uttarajjhayana 667

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 667

Language
Gujarati

667

વિવેચન–૨૮૩ થી ૨૮૫
બ્રાહ્મણના રૂપ - વેશને ત્યાગ કરીને, ઉત્તરવૈક્રિય રૂપ જે ઈન્દ્રનો સ્વભાવ તેને વિકુર્વીને, અનેકાર્થત્વથી પ્રણમે છે, અભિમુખ્યતાથી સ્તુતિ કરે છે - અનંતર કહેવાનાર શ્રુતિને સુખકારી વાણી વડે તમેને કહે છે, અહો! વિસ્મયની વાણી છે કે - તમે અતિશયથી જિતેલા છે (આ કષાયોને) ક્રોધને નિર્જિત કર્યો છે - તમને ન નમતા રાજાને વશ કરવાની પ્રેરણા કર્યા છતાં તમે ક્ષોભિત ન થયા. અહો! માન-અહંકારનો હેતુ તેને પણ પરાજિત કર્યો છે, જે તમે તમારું ભવનાદિ બળે છે તેમ કહેવા છતાં - મારા જીવતા આમ કેમ? એવો અહંકાર ન કર્યો. અહો! તમે માયાને પણ દૂર ધકેલી છે જે તમે નગર રક્ષા હેતુ પ્રાકારાદિમાં નિકૃતિ હેતુ આમોષકના ઉચ્છેદનાદિમાં મનને રોક્યું નહીં. અહો! તમે લોભને વશ કર્યો છે, જેથી તમને હિરણ્યાદિ વધારવા જાઓ, એમ મેં સહેતુક કહેવા છતાં તમે આકાશતુલ્ય ઈચ્છાનો ઉત્તર આપીને મારા તે કથનનો ધ્વંસ કર્યો. ખરેખર તમારું ઋજુત્વ, મૃદુત્વ, ક્ષમા, નિર્લોભતા ઉત્તમોત્તમ છે. આ પ્રમાણે ગુણ વર્ણનને દ્વારથી સીવીને હવે ફળ ઉપદર્શનના દ્વારથી સ્તવના કરે છે

Linked texts (2)