Uttarajjhayana 671
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 671
- Language
- Gujarati
671
વિવેચન–૨૮૭, ૨૮૮
એ પ્રમાણે અભિસ્તવીને, રાજર્ષિને નમીને, પ્રધાન શ્રદ્ધાભક્તિથી પ્રદક્ષિણા કરતો પુનઃ પુનઃ વંદે છે. પછી જે કર્યુ તે કહે છે - તે શક્ર લક્ષણવાળા મુનિના ચરણોને વાંદીને આકાશમાં ઊંચે દેવલોક અભિમુખ જતી એવી ઉત્પતિત ગતિથી અને લલિતપણાથી ચપળ અને ચંચળ એવા કુંડલ, આભરણ, મુગટ ધારણ કરેલો ગયો. આ પ્રમાણે સ્વયં ઈન્દ્ર વડે અભિસ્તવાતા મુનિના મનમાં ઉત્કર્ષ આવ્યો કે નહીં? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati