Pramāṇa · Search · About · API

Uttarajjhayana 694

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 694

Language
Gujarati

694

વિવેચન–૩૦૬ થી ૩૧૦
આ મનુષ્યત્વ અતિ દુર્લભ જ છે, છતાં કોઈકને પ્રાપ્ત થઈ પણ જાય, તો પણ આર્યત્વ-મગધાદિ આર્ય દેશમાં ઉત્પત્તિ થવી દુર્લભ છે. તેથી કહે છે – ઘણાં જ દસ્યો - દેશના છેડે વસનારા ચોર, મ્લેચ્છ - અવ્યક્ત વાચાવાળા, જે ઉક્ત આર્યત્વને ધારણ કરતા નથી તેવા શક, યવન, શબર આદિ દેશોમાં ઉદ્ભવ, તેમાં મનુજત્વ પામીને પણ પ્રાણી ઉત્પન્ન થાય છે. આ બધાં જ ધર્મ-અધર્મ, ગમ્ય-અગમ્ય, ભક્ષ્ય-અભક્ષ્ય, આદિ બધાં જ આર્ય વ્યવહાર તિર્યંચપ્રાયઃ જ છે. એમ હોવાથી હે ગૌતમ! સમયનો પણ પ્રમાદ ન કર.
આ રીતે આર્ય દેશમાં ઉત્પત્તિરૂપ આર્યત્વ અતિ દુર્લભ છે, તો પણ કદાચ તે પ્રાપ્ત થઈ જાય. તો અવિકલ સ્પર્શનાદિ પાંચે ઈન્દ્રિયો જેને છે તે અહીન પંચેન્દ્રિયતા દુર્લભ જ છે. હવે તેનો હેતુ કહે છે - વિકલ એટલે રોગાદિ વડે ઉપહત ઈન્દ્રિયો, જેઓમાં તેનો ભાવ છે તે વિકલેન્દ્રિયતા ‘હુ’ શબ્દ અનેકાર્થતાથી બહુલ્પસૂચક છે, તેથી જે કારણે બાહુલ્યથી વિકલેન્દ્રિયતા દેખાય છે, તેથી દુર્લભ જ અહીન પંચેન્દ્રિયતા છે. તે કારણે હે ગૌતમ! સમયનો પણ પ્રમાદ ન કર.
તેથી અહીન પંચેન્દ્રિયતા પણ ઉક્ત ન્યાયથી અતિ દુર્લભ છે તેમ કહીને જણાવે છે કે કદાચ જીવને તે પણ પ્રાપ્ત થઈ જાય, તો પણ ઉત્તમ જે ધર્મ, તેનું શ્રવણરૂપ તે ધર્મ શ્રુતિ તેનાથી પણ દુર્લભ છે. શા માટે? કુત્સિત એવા જે તે તીર્થો તે કુતીર્થ-શાક્ય, ઉલૂકાદિ, તેને અનુષ્ઠેય-પણાથી સ્વીકાર કરવાથી તે કુતીર્થીકોને નિત્ય સેવે છે. માટે કુતીર્થનિષેવક લોકો. કુતીર્થિકો જ યશ અને સત્કાર આદિની ઈચ્છાવાળા હોવાથી લોકોને જે પ્રિય છે તે વિષયક જ ઉપદેશ આપે છે, તેના તીર્થના કર્તા પણ આવા પ્રકારના જ હોય છે. - X - X - તેમને સેવનારને ઉત્તમ ધર્મશ્રુતિ ક્યાંથી હોય? એ પ્રમાણે તેનું દુર્લભત્વ અવધારીને, ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર.
ઉત્તમ ધર્મ વિષયત્વથી ઉત્તમા, ઉક્તિરૂપ શ્રુતિ પ્રાપ્ત થાય તો પણ તેની શ્રદ્ધા - તત્ત્વરૂચિ રૂપ થવી તે પણ દુર્લભ છે. તેનો હેતુ અહીં કહે છે – મિથ્યાત્વ - અતત્વમાં પણ જે તત્ત્વની પ્રતીતિ, તેને જે સેવે છે તે મિથ્યાત્વ નિષેવક લોકો છે. અનાદિ ભવની અભ્યસીતાથી કે ભારે-કર્મીપણાથી તેમાં જે પ્રાયઃ પ્રવૃત્તિ રહે છે. જો એમ છે, તો ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર.
વળી કહે છે – ધર્મ તે પ્રક્રમથી સર્વજ્ઞ પ્રણિત લેવો. તેની શ્રદ્ધા કરતો હોવા છતાં - તેને કરવાના અભિલાષ હોવા છતાં દુર્લભ છે તેના કાયા એટલે શરીરથી અને ઉપલક્ષણથી મન અને વચન વડે સ્પર્શવું અર્થાત્‌ તે ધર્મનું અનુષ્ઠાન કરવું. કારણ કે - આ જગતમાં શબ્દાદિ કામ ગુણામાં મૂર્ચ્છિત અથવા ગૃદ્ધિવાળા પ્રાણીઓ છે. પ્રાયઃ જીવોને અપથ્ય એવા જ વિષયોમાં આસક્તિ હોય છે. - X - વિષયાતુર જગને તે પ્રમાણે પ્રિય વિષયો અનુકૂળ હોય છે. પાઠાંતરથી કામગુણો વડે મૂર્ચ્છિતની જેમ મૂર્ચ્છિત, ધર્મ વિષયક ચૈતન્યથી વિલુપ્ત, તેઓને આવી ધર્મસામગ્રી પ્રાપ્ત થવી દુર્લભ છે, તે કારણે હે ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. આ પ્રમાણે પાંચ સૂત્રોનો અર્થ કહ્યો. વળી શરીરનું સામર્થ્ય પણ હોય અને ધર્મની સ્પર્શના પણ હોય, તો પણ તેની અનિત્યતા જણાવીને અપ્રમાદનો ઉપદેશ આપતા કહે છે –

Linked texts (2)