Uttarajjhayana 700
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 700
- Language
- Gujarati
700
વિવેચન–૩૧૮
વિવિધ પ્રકારોથી પ્રબળપણે દૂર કરે છે, તે વ્યુચ્છિન્નકર. કોને? સ્નેહ - આસક્તિને. કોના સંબંધી? પોતાની. કોની જેમ? ચંદ્રના ઉદ્યોત વિકાસી ઉત્પલની જેમ. શારદીય - શરદ ઋતુમાં થયેલ પાણી. જે રીતે તે પહેલાં જળમગ્ન હોય છતાં પણ જળને છોડીને વર્તે છે, તે રીતે તું પણ ચિરસંસૃષ્ટ ચિરપરિચિતપણાથી મારા વિષયના સ્નેહને દૂર કર, એ પ્રમાણે સર્વ સ્નેહ વર્જિત થઈને સમય માત્રનો પ્રમાદ ન કર. અહીં જળને દૂર કર એટલું કહેવાથી અર્થ સિદ્ધ હોવા છતાં જે ‘શારદ’ શબ્દનું ઉપાદાન કર્યું છે, તે શારદીય જળની જેમ સ્નેહનું અતિ મનોરમત્વ બતાવવાને છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati