Uttarajjhayana 706
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 706
- Language
- Gujarati
706
વિવેચન–૩૨૧
જિન - તીર્થંકર, આ કાળમાં જોવા મળતા નથી. માર્ગો ઘણાં છે, તે દ્રવ્યથી - નગર આદિના માર્ગ, ભાવથી સાતિશય શ્રુતજ્ઞાન - દર્શન - ચારિત્રરૂપ મુક્તિમાર્ગ, તેમાં અહીં ભાવમાર્ગ ગ્રહણ કરાય છે. માર્ગપણાના અર્થથી મુક્તિમાર્ગ, જે જિનવરો વડે કહેવાયેલ છે, તે ઉપલબ્ધ છે. અહીં કહેવાનો આશય આ છે - ભલે, હાલ જિનવર દેખાતા નથી, પણ તેમનો ઉપદેશાયેલ માર્ગ દેખાય છે. આવા પ્રકારનો માર્ગ અતિન્દ્રિયાર્થ-દર્શી જિનવર વિના સંભવતો નથી, તેથી અસંદિગ્ધ ચિત્તથી ભાવિત હોવાથી ભવ્યો પ્રમાદ ન કરવો. હાલ મને નિશ્ચિત મુક્તિ નામક લાભ પ્રયોજન માર્ગ મળેલ છે. તેથી હે ગૌતમ! કેવળજ્ઞાન ઉત્પન્ન થશે કે નહીં એવા સંશય - વિધાનથી પ્રમાદી ન થા. અથવા ત્રિકાળ વિષયત્વથી આ ઉપદેશ છે.
તેથી આ પ્રમાણે અર્થ જાણવો – જેમ આદ્ય માર્ગોપદેશક નગરને ન જોવા છતાં પણ માર્ગોને અવલોકતા, તેને અવિચ્છિન્ન ઉપદેશથી તેનું પામવાપણું નિશ્ચિત કરે છે. તથા જો કે અહીં જિનના ઉપલક્ષણથી મોક્ષ પણ દેખાતો નથી. તો પણ તેમના દ્વારા કહેવાયેલ માર્ગ - મોક્ષ તેના સૂત્રપણાથી દેશક તે માર્ગદર્શક દેખાય છે. તેથી તેનું પણ તેને પ્રાપકત્વ મેં ન જોયેલ છતાં ભાવિ દ્રવ્યો વડે નિશ્ચિત કરવું. તેથી આ ભાવિ ભવ્યોને ઉપદેશ કરાય છે. - X - આ જ અર્થમાં ફરી ઉપદેશ કહે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati