Pramāṇa · Search · About · API

Uttarajjhayana 708

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 708

Language
Gujarati

708

વિવેચન–૩૨૨
પૃથક્‌ કરીને, પરિહરીને કે અવશોધીને શું? કંટક પંથને - દ્રવ્યના બબ્બૂલના કાંટા આદિ, ભાવથી ચરક આદિ કુશ્રુતથી આકુળ એવો માર્ગ, પછી તું અનુપ્રવિષ્ટ થઈશ, ક્યાં? માર્ગે, મહા અંતવાળા કે મોટા આલય આશ્રમ તે મહાલય, તે દ્રવ્યથી રાજમાર્ગ અને ભાવથી મહત્‌ તીર્થંકર આદિ વડે પણ આશ્રિત સમ્યગ્‌ દર્શનાદિ મુક્તિમાર્ગ, તેમાં કોઈ ઉતરીને પણ માર્ગે ન જાય, તેથી કહે છે - માર્ગે જા. પાછો ઉભો જ ન રહી જતો. સમ્યગ્‌ દર્શનાદિ અનુપાલના વડે મુક્તિમાર્ગ ગમન પ્રવૃત્તપણાથી થાઓ. ત્યાં પણ અનિશ્ચયમાં અપાયની પ્રાપ્તિ જ થાય છે, તેથી કહે છે - વિનિશ્ચિત કરીને, તેમાં જ પ્રવૃત્ત થઈને, હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર. એ પ્રમાણે પૂર્વે દર્શન વિશુદ્ધિથી માર્ગનો સ્વીકાર કરીને, તેની પ્રતિપત્તિ છતાં પણ કોઈને અનુતાપ સંભવે છે, તેને નિરાકૃત કરવા માટે કહે છે –

Linked texts (2)