Pramāṇa · Search · About · API

Uttarajjhayana 710

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 710

Language
Gujarati

710

વિવેચન–૩૨૩
અબલ - શરીર સામર્થ્ય વિદ્યમાન ન હોવું તે. યથા - આ ઉપમા છે, ભારને વહે છે તે ભારવાહક. મા - નિષેધ અર્થમાં છે. આ વિષમ માર્ગ મંદ સત્ત્વવાળાને અતિ દુસ્તર છે. તે માર્ગે પ્રવેશ કરે. અંગીકાર કરેલ ભારને છોડીને, તે કાળ પછી પશ્ચાત્તાપ કરે છે. અહીં એમ કહેવા માંગે છે કે - જેમ કોઈ દેશાંતર ગયેલો ઘણાં ઉપાયોથી સુવર્ણ આદિને ઉપાર્જીને પોતાના ઘર તરફ આવતા, અતિ ભીરુપણાથી અન્ય વસ્તુમાં રાખેલ સુવર્ણ આદિને પોતાના મસ્તકે આરોપીને કેટલાંક દિવસ સારી રીતે વહન કરે છે. ત્યારપછી ક્યારેક ખાડા-ટેકરાદિ વાળા માર્ગમાં અહો! હું આ ભારથી આક્રાંત છું એમ વિચારી તેને છોડીને પોતાના ઘેર આવે છે. અત્યંત નિર્ધનતાથી અનુતાપ પામે છે. ‘કેમ મેં મંદભાગ્યથી તે સુવર્ણાદિનો ત્યાગ કરી દીધો?’ એ પ્રમાણે તું પણ પ્રમાદ પર થઈને ત્યજેલા સંયમભારવાળો ન થા. ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદી ન થા.
આ ઘણું છે, હજી તો અલ્પ જ નિસ્તારેલ છે. નિસ્તારીશ એમ વિચારતા ઉત્સાહભંગ પણ થાય છે, તેને દૂર કરવા કહે છે –

Linked texts (2)