Pramāṇa · Search · About · API

Uttarajjhayana 718

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 718

Language
Gujarati

718

વિવેચન–૩૨૭
બુદ્ધ - કેવળજ્ઞાન વડે આલોક - અવલોકિત સમસ્ત વસ્તુ તત્ત્વના પ્રક્રમથી શ્રીમન્‌ મહાવીરના ભાષિત-વાણીને સાંભળીને, (કેવી રીતે કહેલ?) શોભન - એવા નયાનુગ તત્ત્વાદિ પ્રકરણથી કહેવાયેલ - પ્રબંધથી પ્રતિપાદિત તે સુકથિત. તેથી જ અર્થ વડે પ્રધાન પદો તે અર્થપદો. તેના વડે ઉપશોભિત એટલે કે જાતશોભમર્થપદથી ઉપશોભિત. રાગ એટલે વિષયાદિની આસક્તિ અને દ્વેષ એટલે અપકારિણી અને અપ્રીતિ સ્વરૂપ. આવા રાગ અને દ્વેષ બંનેનું છેદન કરીને - બંનેને દૂર કરીને સિદ્ધિ ગતિ - મુક્તિ ગતિ પ્રાપ્ત થયા. કોણ મુક્તિ ગતિને પ્રાપ્ત થયું? ઈન્દ્રભૂતિ નામના ભગવંતના પહેલા ગણધર.
ઈતિ - પરિસમાપ્તિ અર્થમાં છે. બ્રવીતિ - પૂર્વવત્‌ જાણવું. એ પ્રમાણે અનુગમ કહ્યો. નયો પણ પૂર્વવત્‌ જાણવા.

Linked texts (2)