Uttarajjhayana 732
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 732
- Language
- Gujarati
732
વિવેચન–૩૩૦ થી ૩૩૨
પાંચ સંખ્યક સ્થાનોમાં કર્મવશ જીવો રહે છે, તે સ્થાનો. તેથી - કહેવાનાર હેતુ વડે શિક્ષણ તે શિક્ષા - ગ્રહણ આસેવનરૂપ પામતા નથી. તેના વડે આવા પ્રકારે અબહુશ્રુતત્વ પામે છે. કોના વડે તે પ્રાપ્ત ન થાય? માનથી, કોપથી, મદ્યવિષયાદિ પ્રમાદથી, કુષ્ઠાદિ રોગથી, આળસથી શિક્ષા ન પામે. આના સમસ્ત કે વ્યસ્ત હેતુત્વને જણાવે છે.
આ અબહુશ્રુતત્વ હેતુને જણાવીને હવે બહુશ્રુતત્વ હેતુ કહે છે – આઠ સ્થાનો વડે શિક્ષામાં સ્વભાવ જેને છે કે શિક્ષાનો અભ્યાસ કરે છે તે શિક્ષાશીલ - બે પ્રકારે શિક્ષા અભ્યાસ કરેલ. તીર્થંકર, ગણધરાદિ વડે કહેવાયેલ છે, તે જ કહે છે – (૧) ન હસવાના સ્વભાવવાળો, સહેતુક કે અહેતુક હસતા નથી. (૨) સર્વકાળ ઈન્દ્રિય અને નોઈન્દ્રિયને દમનાર, (૩) બીજાને અપભ્રાજનાકારી કુત્સિત જાતિ આદિનું ઉદ્ઘાટન ન કરે. (૪) શીલ રહિત કે સર્વથા વિનષ્ટ ચારિત્રધર્મ ન હોય. (૫) વિરૂપશીલ, અતિચાર કલુષિત વ્રતવાળા ન હોય. (૬) અતિ રસ લંપટ ન હોય. (૭) અપરાધી કે નિરપરાધી પ્રત્યે કથંચિત્ ક્રોધ ન કરે. (૮) સત્ય - અવિતથ ભાષણમાં રક્ત. આ આઠ ગુણોવાળો શિક્ષાશીલ કહેવાય છે. તે જ બહુશ્રુત થાય છે.
અહીં સ્થાનના પ્રક્રમમાં આ પ્રમાણે અભિધાન ધર્મ ને ધર્મીના કંઈક અનન્યત્વને જણાવવા માટે છે. વિશેષ કથનથી ક્વચિત્, કોઈકને અંતર્ભાવ સંભવમાં પણ પૃથક્ ઉપાદાન, તેને પરિહાર આગળ પણ કહેવો.
અબહુશ્રુતત્વ કે બહુશ્રુતત્વમાં અથવા અવિનય કે વિનયમાં મૂળ કારણ તત્ત્વથી ઉક્ત હેતુમાં આનો અંતર્ભાવ છે તે માટે અવિનીત અને વિનીતનું સ્વરૂપ જાણ્યા વિના તે જાણવા શક્ય નથી, તેથી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati